- આણંદ જિલ્લા પંચાયતની સિહોલ-35 બેઠકનું પરિણામ હજી પણ બાકી
- એક બૂથના ઈવીએમનું લૉક ન ખૂલતાં પરિણામ હજી પણ જાહેર નથી થયું
- ટેક્નિકલ ક્ષતિ ઉદ્ભવતા ટેક્નિકલ એન્જિનિયરની ટીમ પહોંંચી ગણતરી મથકે
- હાલ ઈવીએમની ટેક્નિકલ ટીમ દ્વારા લૉક ખોલવાની કામગિરી શરૂ
- ટેક્નિકલ ખામી દૂર થતાં જ પરિણામ જાહેર થઈ શકે છે
આણંદઃ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 90 ટકા બેઠક પોતાના નામે કરી છે. જોકે, આણંદમાં સિહોલ જિલ્લા પંચાયતની બેઠકનું પરિણામ હજી પણ બાકી છે. ઉલ્લેખનીય છે કે, સિહોલ 35 જિલ્લા પંચાયત બેઠક પર બોરિયા-1 મતદાનમથકમાં ઉપયોગમાં લેવાયેલા યુનિટ s-77584માં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી, જેના કારણે આ બૂથ પરના યુનિટમાં થયેલા મતદાનમાં પરિણામો બહાર આવી શકાય ન હતા.
![એક બૂથના ઈવીએમનું લૉક ન ખૂલતાં પરિણામ હજી પણ જાહેર નથી થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10850642_anand.jpg)
જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ કાર્યવાહી થશે
હાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને એન્જિનિયરની ટીમ દ્વારા ક્ષતિ દૂર કરવા પર કામગીરી કરવામાં આવી રહી છે. જવાબદારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, જો આવેલા એન્જિનિયર દ્વારા આ ક્ષતિ દૂર થઈ જાય છે તો નજીકના સમયમાં સિહોલ 35 જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ જાહેર થશે અન્યથા આગળ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
![આણંદ જિલ્લા પંચાયતની સિહોલ-35 બેઠકનું પરિણામ હજી પણ બાકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10850642_anandd.jpg)