આણંદઃ શહેરમાં આવેલા પધરીયા વિસ્તારમાં વસતા લઘુમતી ખ્રિસ્તી પરિવારોને નિશાન બનાવી હેરાન કરવાનું શરૂ કરાયું છે. ગત સપ્તાહે સંપત્તિ ઉપર દેવળ પાસે જ હુમલો થયો હતો. આ ઉપરાંત દરરોજ છેડતીના બનાવો પણ બને છે, ત્યારે આજે આ વિસ્તારના રહીશોએ વિમલ કોલોની પાસે એકઠા થઇ અશાંત ધારો લાગુ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.
સમાજના એક દંપતી પર પરત આવી રહેલા લઘુમતી કોમના યુવાનો દ્વારા ચપ્પાથી જીવલેણ હુમલો કરવાની ઘટના બનતા સ્થાનિક લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રને જાગૃત કરવા વિમલ કોલોની પાસે એકઠા થઈ સૂત્રોચાર કરી તંત્ર અને રજૂઆત કરવામાં આવી હતી.