આણંદઃ આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આવેલ રેય પ્રોએક્ટિવ સોલ્યુશનના મેનેજિંગ ડિરેક્ટર તથા તેમના બે ભાઈએ મળીને એક એવું એડિટીવ તૈયાર કર્યું કે જેના સંપર્કમાં આવતાં જ તમામ પ્રકારના માઇક્રોબ્સ નિષ્ક્રિય થઈ જતાં હોય છે. આ એડિટેવનું તેમના દ્વારા pp નોન વોવન કપડાં પર નિશ્ચિત માત્રામાં લેમિનેસન આવરણ લગાવવામાં આવે છે. ત્યારબાદ એ કપડાંના બંડલ બનાવી તેમાંથી ppe શૂટ બનાવવામાં આવે છે.
મેડિકલ સ્ટાફને મજબૂત રક્ષા કવચ ઉપલબ્ધ કરાવનાર સિદ્ધાર્થ દોશીએ etv bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તેમની ટીમ દ્વારા આ વાયરસથી તમામ મેડિકલ સ્ટાફને રક્ષણ પુરૂ પાડવા એક નવા પ્રકારની PPE કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં વિષેશ પ્રકારના એડિટીવ માસ્ટર બેચનો ઉપયોગ કરી તેનું લેમીનેટ ફેબ્રિક તૈયાર કરી તેનો ઉપયોગ PPE સૂટ તૈયાર કરવામાં કર્યો.
સંશોધન: પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને રક્ષણ આપતી અનોખી PPE કિટ આ કિટ બન્યા બાદ ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ લિમિટેડ (GSMCL) દ્વારા એપ્રુવલ મેળવી રોજના 2500 યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ માટે ppe કિટનું ઉત્પાદન શરું કર્યું છે જેમાં ગુજરાત સરકારે પણ આ એન્ટી વાયરલ ppe કિટનું પરીક્ષણ કર્યા બાદ પ્રારંભિક 25000 કિટનો ઓર્ડર પણ આપ્યો છે.
સંશોધન: પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને રક્ષણ આપતી અનોખી PPE કિટ સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું કે તેમણે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને આગ્રહ કર્યો હતો કે જો આ કિટની ઉત્પાદન ક્ષમતા વધશે તો કોરોના સામે લડત આપી રહેલા પ્રથમ પંગતના કોરોના વોરિયર્સને વધુ મજબૂત રક્ષા કવચ ઉપલબ્ધ કરાવી શકાશે. વધુમાં તેમણે દેશ અને દુનિયાના રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને પણ આ ppe કીટ પર વધુ અભ્યાસ કરી આમાં અન્ય આવશ્યક બદલાવ કરી વધારે સારી બનાવવા અપીલ પણ કરી હતી. સિદ્ધાર્થ દોશી દ્વારા વિકસાવાયેેલ વિશિષ્ટ ppe કિટના વિશે માહિતી મેળવ્યા બાદ આણંદ જિલ્લાના સાંસદ મિતેષ પટેલે આ ઇનોવેશનને આવકાર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે જો આ પ્રમાણે દેશમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ લોકો યાંત્રિક અને તાંત્રિક બળ લગાવી પ્રયોગો કરશે તો કોરોના સામેનો જંગ જીતવામાં વધુ સરળતા રહેશે. આ સંશોધન માટે તેમને સિદ્ધાર્થભાઈ અને તેમની ટીમનો આભાર માન્યો હતો. નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકારી ગાઈડલાઈનને અનુસરવા અપીલ કરી હતી.વૈશ્વિક મહામારી સામે જ્યારે દેશ લૉક ડાઉન છે ત્યારેપણ કોરોના વોરિયર્સ માટે જરૂરી એવી પર્સનલ પ્રોટેક્શન ઈકવિપમેન્ટ પર ઉપયોગી સંશોધન કરી આ યુવાને દેશને કોરોના સામેની જીત મેળવવામાં સરળતા ઉભી થાય તેવા પ્રયત્નો કર્યા છે.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ