આણંદ: હિન્દુ ધર્મમાં ધર્મ અને પ્રકૃતિ બન્નેનો સમન્વય જોવા મળે છે. જેમાં પ્રકૃતિ, પશુ, પક્ષી વગેરેનું ધર્મ સાથે સંયોજન કરી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાને પિતૃઓનું પ્રતિક માનવામાં આવ્યુ છે. કાગડાઓને શ્રાદ્ધ સાથે કાગવાશ અર્પણ કરવામાં આવે છે. એટલે કે, ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષમાં 15 દિવસ જેમાં ભાત અને દૂધ થકી પૂર્વજોને કાગવાસ આપવામાં આવે છે. જે આસ્થા સાથે સંકળાયેલું છે.
બીજી તરફ આ માસમાં ભારતીય ઋતુ ચક્ર મુજબ પિત અને કફનું પ્રમાણ શરીરમાં વિસમ બનતા આ માસમાં દૂધ અને ભાતનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી આરોગ્ય પણ સારું રહે છે. તે માટે પિતૃને શ્રાદ્ધ અર્પણ કરી તેનો આહાર પરિવાર લેશે તો તે આરોગ્ય માટે લાભદાયક પુરવાર થઈ શકે છે. આ સાથે જ આ માસમાં વરસાદ અને ભેજ યુક્ત આબોહવા રહેવાના કારણે પક્ષીઓને આહાર મેળવવામાં અતિ મુશ્કેલી પડતી હોય છે. જેથી જ્યારે મોટી સંખ્યામાં લોકો પિતૃઓને કાગવાશમાં દૂધ અને ભાત અર્પણ કરે છે. તેને પક્ષીઓ ખોરાક તરીકે મેળવી શકે છે. જેથી જાણે અજાણે પ્રકૃતિનું પણ સંરક્ષણ થઈ શકે છે.
પિતૃ ઋણનો પર્વ એટલે "શ્રાદ્ધ પક્ષ" જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક મહત્વ - સરદાર પટેલ યુનિવર્સિટી
હિન્દુ સભ્યતા પ્રમાણે ત્રણ ઋણ જીવનકાળ દરમિયાન માનવામાં આવે છે. જેમાં દેવગુરુ, ઋષિઋણ અને મિત્રોનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ પક્ષને મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પૂર્વજોને તૃપ્ત કરવા માટે તર્પણનું મહત્વ સમજાવ્યું છે.