2 દિવસ પહેલા ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અતુલ ચતુર્વેદી સાથે અમુલ અને ભારતની અન્ય મોટી ડેરી કંપનીઓના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં દૂધની થેલીઓના ફરીથી ઉપયોગ તથા તેનો અન્ય પ્રોડક્ટ બનાવવાનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
અમુલ દ્વારા થોડા સમય પહેલાં જ દૂધની થેલીનો યુઝ થાય તે માટેનો પ્લાન્ટ બનાવી ચુક્યા હોવાનો ખુલાસો પણ સરકાર સમક્ષ કરવામાં આવ્યો હતો. જેની સરકાર સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો છે કે, અમૂલ દૂધની 500 ગ્રામની થેલીમાં વધારો થવાનો છે. તે બાબતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ. આર.એસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરે છે તે બિલકુલ ખોટો છે. અમૂલ દ્વારા કોઇપણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવશે નહિં.