- વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારે લોકડાઉન લાગુ કરવું જોઈએ: વહેપારી
- રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લેતા પરિસ્થિતિ
- સરકારના કોઈ પણ નિર્ણયને આણંદના વહેપારીઓ દ્વારા પૂર્ણ સમર્થન
આણંદઃ કોરોનાની બીજી લહેર દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લેતા પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવાના ઇરાદે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને 2-3 દિવસનું લોકડાઉન લાદવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાત સરકાર આગામી સમયમાં બેઠક કરી સમગ્ર વિષય પર નિર્ણાયક ચર્ચા કરશે, ત્યારે સરકારના કોઈ પણ નિર્ણયને આણંદના વહેપારીઓ દ્વારા પૂર્ણ સમર્થન આપવામાં આવશે. તેવી માહિતી આણંદના ગંજ બજારના વેપારીઓ દ્વારા આપવામાં આવી હતી.
આણંદના વેપારીઓએ અનાજ કરિયાણાનો પૂરતો જથ્થો
રાજ્ય સરકારના નિર્ણય પૂર્વે વપારીઓ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈ પણ સંજોગોમાં ગ્રાહકો પેનિંગ બાઇનગ ન કરે સરકાર જે કોઈ નિર્ણય કરશે. તેના લોકોની જરૂરિયાતોને ધ્યાને રાખી આયોજન કરશે સાથે જ આણંદના વેપારીઓએ અનાજ કરિયાણાનો પૂરતો જથ્થો બજારમાં ઉપલબ્ધ હોવાની જાણકારી આપી હતી.
આ પણ વાંચોઃ કોરોના ગાઇડલાઇનનું પાલન નહિ કરો તો દુકાનો સીલ કરશુંઃ મનપા કમિશનર
કોરોનાની બીજી લહેર
આણંદ જિલ્લાના કરોનાના હાલમાં 157 દર્દીઓ હાલ જિલ્લામાં એક્ટિવ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે. જિલ્લા અત્યાર સુધી કુલ 3,189 દર્દીઓ કોરનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને તેમાંથી 17 લોકો સરકારી આંકડા પ્રમાણે કોરોના સામે જંગ હારી ચૂક્યા છે, છેલ્લા માર્ચ મહિનામાં 415 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જે જોતા આણંદના વેપારીઓ દ્વારા સરકારના કોઈ પણ નિર્ણયને સમર્થન આપવા તૈયારી બતાવી હતી.