ETV Bharat / state

આણંદમાં સરકારી કર્મચારીઓની મહારેલી, માગણીઓને લઇ કલેકટર સુધી પહોંચી આ રજૂઆત

આણંદના સરકારી કર્મચારીઓની મહારેલીનું આયોજન ( Rally of Anand Government Employees) કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓને ( Demand for grade pay and old pension scheme ) લઇ સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ સાથે આણંદના વ્યાયામ શાળા મેદાનેથી સભા યોજીને રેલી સ્વરૂપે આણંદ કલેકટરને આવેદનપત્ર ( Memorandum to Anand Collector ) આપવા પહોચ્યા હતાં.

આણંદમાં સરકારી કર્મચારીઓની મહારેલી, માગણીઓને લઇ કલેકટર સુધી પહોંચી આ રજૂઆત
આણંદમાં સરકારી કર્મચારીઓની મહારેલી, માગણીઓને લઇ કલેકટર સુધી પહોંચી આ રજૂઆત
author img

By

Published : Sep 3, 2022, 8:38 PM IST

આણંદ આણંદ જિલ્લામાં આજે વ્યાયામ શાળા મેદાનેથી કલેકટર કચેરી ખાતે એક મહારેલીનું આયોજન ( Rally of Anand Government Employees)કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ વર્ષોથી પોતાની પડતર માંગણીઓના નિકાલની માંગ ( Demand for grade pay and old pension scheme ) સાથે જોડાયા હતાં. આ રેલી એટલી વિશાળ હતી કે અંદાજિત એક કિલોમિટર કરતા વધારે લાંબી રેલી એક વિશાળ જનસમૂહ સમાન લાગી રહી હતી.

સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ સાથે મહારેલી

જૂની પેન્શન યોજના લાગુ કરવા કરી માંગ મહારેલીમાં જિલ્લામાં માધ્યમિક પ્રાથમિક અને ઉચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા શિક્ષકો સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વહીવટી કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ જોડાયા હતાં. કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગ ઉઠાવી હતી. કર્મચારીઓએ પોતાની માંગો અંગે આણંદ કલેક્ટરને આવેદનપત્ર ( Memorandum to Anand Collector ) આપ્યું હતું.

ગ્રેડ પે અને સમાન કામ સમાન વેતન મુદ્દે ઉઠાવી માંગ બીજી તરફ ગ્રેડ પે સમાન કામ સમાન વેતનની માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. મહત્વનું છેકે સતત કર્મચારીઓ સરકાર પાસે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માટે માંગ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે બીજી બાજુ નગરપાલિકા પ્રથામિક શિક્ષકો અને સરકારી શાળાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષકોમાં કામગીરી સમાન હોવા છતાં અલગ અલગ ગ્રેડ પે આપવામાં આવે છે. ત્યારે સમાન કામ સમાન વેતનની માંગ ઉઠાવી રેલીમાં કર્મચારીઓ જોડાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.