આણંદ: પ્રજાની સુરક્ષા અને કાયદાના પાલન સાથે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરવામાં આવતું હોય છે. ગતરોજ આણંદના બોરસદમાં રાત્રે વાહન ચેકીંગ (Vehicle checking at night)દરમિયાન સંકાસ્પદ ટ્રકને ઊભી રાખવાના પ્રયત્નમાં પોલીસ કોન્સ્ટેબલને જીવ(death of police constable in Borsad) ગુમાવવો પડયો હતો. જેને લઈને જિલ્લા સહિત રાજ્ય ભરના પોલીસ બેડમાં સોકની લાગણી (Police constable dies in Borsad)પ્રસરી ગઇ હતી. આ ઘટના બાદ આણંદ પોલીસે હવે આવા તત્વોને ઝડપી પાડવા માટે સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે.
કેમેરા હવે પોલીસની ત્રીજી આંખ બની - પોલીસ જવાનોને ડિજિટલ હાઈ રીઝોલ્યુસન નાઈટ વિઝન કેમેરાની મદદથી શંકાસ્પદ વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. આણંદમાં જાહેર માર્ગો પર લાગેલા 190 થી વધુ ડિજિટલ કેમેરા હવે પોલીસની ત્રીજી આંખ બની પ્રજાની સુરક્ષામાં ચૂકના રહે તે માટે ચાંપતી નજર રાખશે. આ સાથેજ જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યણની સૂચના અનુસાર રાત્રિ દરમિયાન જ્યારે પણ વાહન ચેકીંગ કરવામાં આવે ત્યારે ફરજ પરના કર્મચારીઓ માટે સુરક્ષા માટેની જરૂરી તકેદારી સાથે રાખી ઝીગઝેગ પેટર્નથી અવરોધ મૂકીને વધારે પોલીસના માણસને પોઇન્ટ પર મૂકવામાં આવે તે રીતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બનેલ કમાંડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં તાલીમબદ્ધ કર્મચારીઓની બાજ નજર શંકાસ્પદ ગતિવિધિ અંગે ફરજ પરના પોલીસ અધિકારીને આગોતરી જાણકારી આપવામાં મદદ કરશે.
ગુનાઓને ઉકેલવામાં કેમેરા મદદરૂપ બન્યા - રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ ઉભી (hit and run incident in Anand )કરવામાં આવેલ આ ડિજિટલ નેટવર્કમાં આણંદમાં અંદાજિત 190 કરતા વધારે કેમેરા પ્રજાની સુરક્ષા માટે ચાંપતી નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 થી વધારે ગુનાઓને ઉકેલવામાં જિલ્લા પોલીસને આ કેમેરા મદદરૂપ બન્યા હોવાની જાણકારી હાજર અધિકારી દ્વારા આપવામાં આવી હતી. મહત્વનું છે કે જ્યારે કોઈ ઘટના આકાર લેતી હોય છે તેવામાં ઘણા કિસ્સામાં આરોપીઓનું પગેરું મેળવવામાં આ કેમેરા ખુબજ મહત્વપૂર્ણ સાબિત થઈ ગયા છે.
આ પણ વાંચોઃ અમદાવાદના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં CCTVમાં નજરે પડતી અન્ય કારની થઈ ઓળખ
આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે - જિલ્લા પોલીસ વડા સાથે થયેલ વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે બોરસદ માં ફરજ બજાવતા અક્સ્માતમાં અવસાન પામેલા પોલીસ કોન્સટેબલ કિરણસિંહ રાજને ડિપાર્ટમેન્ટ અને સરકારમાંથી મળતી તમામ મદદ અને સરકારી સહાય માટે જરૂરી કામગીરી અને વિનંતીપત્રો તૈયાર કરવામાં આવ્યા છે એ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક ડોનેશન કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પણ પોલીસ કર્મચરીઓ સહિત પ્રજામાંથી પણ લોક ફાળો એકત્ર કરી કિરણસિંહના પરીવારને શક્ય બેને તેટલી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે તેવી જાહેરાત પણ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ પોલીસ દ્વારા આ પ્રકારના સાહસિક કામ કરવામાં આવતા હોય છે. ફરજ બજાવતા જીવને જોખમમાં મુકી કામગીરી નિષ્ઠાથી નિભાવવામાં આવતો હોય ત્યારે પોલીસ પ્રજાની સાચો મિત્ર છે તે સાચા અર્થમાં સાર્થક કરતા હોય તેમ જોવા મળ્યું હતું.
ખાખી પ્રત્યેની ફરજ પર ક્યારેય સમાધાન કર્યું નથી - બોરસદમાં ફરજ બજાવતા અકસ્માતનો ભોગ બનેલ કિરણસિંહ અંગે વાત કરતા તેમના સાથી પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તે ખૂબ બાહોશ અને ઈમાનદાર વ્યક્તિ હતા તેમણે ખાખી પ્રત્યેની ફરજ પર ક્યારેય સમાધાન કર્યું નથી. કાયદા અને નિયમોનું યોગ્ય પાલન થાય તે તેમનો પ્રાથમિક આગ્રહ રહેતો હતો, તેમને નજીકથી ઓળખતા તેમના સાથી પોલીસ કર્મચારીઓએ કિરણસિંહ રાજના આકસ્મિક મૃત્યુની ઘટના અંગે ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરતા તેમની સાથેના ફરજ પરના સંસ્મરણો વાગોળ્યા જણાવ્યું હતું કે બોરસદમાં થોડા દિવસો અગાઉ ફાટી નીકળેલા કોમી રમખણોમાં બોરસદમાં આવેલ ભ્રમણવાડા પાસે એક કોમના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ હથિયારો સાથે હમલો કરવાની તૈયારીમાં હતા ત્યારે ગણતરીના સાથી પોલીસ સાથે કિરણસિંહ રાજે તોફાની ટોળાને વિખેરવા અને તેમાંથી ધમાલિયા તત્વોને ઝડપી પાડવા માટે નોંધનીય કામગીરી કરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં હિટ એન્ડ રન: બાઇક પરથી પડી ગયેલી બેગ લેવા જતા કારે મારી ટક્કર, પત્નીનું મોત
આગામી સમયમાં નેત્રમ કેમેરા સાથે પોલીસ - સમગ્ર મામલે હવે પોલીસ જવાનો વધુ સુરક્ષિત અને સલામત રીતે ફરજ બજાવતા બને અને આ પ્રકારની પરિસ્થિતિમાં ઇન્ટેલિજન્સ સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરે તે પ્રકારે જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં નેત્રમ કેમેરા સાથે પોલીસ જવાનો ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ બોડીવોરમ કેમેરા, સોલાર રિસ્ફલેક્તર લાઈટ, રેડિયમ રિફલેક્તર બોડી જેકેટ, બ્લિંકિંગ ટોર્ચ વગેરે ઉપકરણો સાથે જ્યારે પણ રાત્રી દરિયાન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે ચેકપોઇન્ટ બનાવી DGP ના નિર્દેશ અનુસાર ઝીગઝેક પેટર્નથી વધારે પોલીસ જવાનોને કામે લગાડી પોલિસ સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.