આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકા ખાતે નરેન્દ્ર મોદીને ગુજરાતી સ્વાદિષ્ટ રસોઈ બનાવીને જમાડવાનું સૌભાગ્ય આણંદ જિલ્લાના પાળજ ગામના વતની મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલની દીકરી કોમલ પટેલ ને પ્રાપ્ત થયું છે. આ બાબતે ચરોતર વાસીઓ માટે ભારે ગૌરવ સમાન આ બાબતને કહી શકાય છે. આ બાબતે પાળજ ગામમાં જાણ થતાં જ સમગ્ર ગામ અને સમાજમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી છવાઈ જવા પામી હતી.
મોદીને ગુજરાતીએ મનપસંદ ભોજન પીરસ્યું : હાલમાં જ અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભોજન બનાવવાનો અને નજીકથી મળવાનું સૌભાગ્ય કોમલ પટેલને પ્રાપ્ત થયું હતું. જે અંગેની તસવીરો તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. મહત્વનું છે કે આ પ્રસંગે જ્યારે વિદેશની ધરતી પર રહીને પણ કોમલ પટેલ કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલ છે. ત્યારે મૂળ ગુજરાતી અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન ગુજરાતી વાનગી બનાવીને નરેન્દ્ર મોદીને પીરસવાનો મોકો તેમને મળ્યો હતો.
ગુજરાતી ભોજનની ચર્ચાઓ વિદેશ પણ થઇ : મહત્વનું છે કે ત્રીજી વખત અમેરિકાની મુલાકાતે ગયેલ નરેન્દ્ર મોદી દ્વારા યુનાઇટેડ નેશનમાં વિશ્વ યોગ દિવસને વિશ્વસ્તરે ઉજવણીના ભાગીદાર બનવા સાથે જ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. જેને લઇને નરેન્દ્ર મોદીની યુએસની મુલાકાત ખૂબ ચર્ચિત બની હતી. તેવામાં મૂળ આણંદની વતની તેવી કોમલ પટેલ દ્વારા તેમના માટે બનાવેલ ગુજરાતી વ્યંજનોની પણ ખૂબ ચર્ચા અમેરિકામાં થઈ રહી છે.
PM Modi USA Visit: મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા... આ મહાનુભાવોએ PMના સ્ટેટ ડિનરમાં હાજરી આપી