સમગ્ર ભારત દેશમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જે સંદર્ભે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર સરકાર દ્વારા નિયત કરેલા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં પણ સ્વાસ્થ્ય સંદર્ભે દવાઓ અને સેનેટાઈઝરની કિંમત સરકારે નિયત કરેલા ભાવ પ્રમાણે વેચાણ કરવા તમામ વેપારીઓને માહિતગાર કરી દેવામાં આવ્યા હોવા છતાં ઘણા કિસ્સામાં વેપારીઓ દ્વારા નિયત કરેલા ભાવ કરતાં ઊંચી કિંમતે તેનું વેચાણ કરતા હોવાની ફરિયાદો પોલીસને મળતી હતી.
![આણંદ જિલ્લામાં ડિઝાસ્ટર એકટ અંતર્ગત મેડિકલ સ્ટોરમાં માલિકની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-sog-police-arrest-medical-storekeeper-for-upselling-7205242_13042020191631_1304f_02850_411.jpg)
![આણંદ જિલ્લામાં ડિઝાસ્ટર એકટ અંતર્ગત મેડિકલ સ્ટોરમાં માલિકની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-sog-police-arrest-medical-storekeeper-for-upselling-7205242_13042020191627_1304f_02850_395.jpg)
જેમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા પરાગ મેડિકલ સ્ટોરનો માલિક મિતેશ ભરતભાઈ પરીખ તેના મેડિકલ સ્ટોર પરથી નિયત કરેલા ભાવ કરતાં ખૂબ ઊંચી કિંમત સેનેટાઈઝરનું વેચાણ કરતાં ઝડપાઈ ગયો હતો.
તેના વિરુદ્ધ ડિઝાસ્ટર એક્ટની કલમ નંબર 3, 7 અને 8 મુજબ ગુનો દાખલ કરી તેના સપ્લાય શુભલક્ષ્મી શોપીંગમાં આવેલા સહયોગ ડિસ્ટ્રીબ્યુટર એજન્સીના માલિક મિત અલ્કેશભાઈ પટેલની પણ ઊંચા ભાવે વેચવા બદલ અટકાયત કરવામાં આવી હતી.
SOG પોલીસ દ્વારા કુલ 108 બોટલ સેનેટ રાઈઝર જેની મૂળકિંમત 1100 રૂપિયા થાય છે. તે હસ્તગત કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.