આણંદઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર(NCP senior Leader Sharad Pawar) આજે આણંદ જિલ્લાના મહેમાન બન્યા હતા. ગુજરાત રાજ્યના NCP પ્રદેશ પ્રમુખ(Gujarat NCP Region President) જયંત પટેલના વેરાખાડી સ્થિત ફાર્મ હાઉસમાં યોજાયેલ તેમની પુત્રી ક્રિષ્નાના લગ્ન સમારંભમાં શરદ પવારે હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
શરદ પવારે ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલના પ્રસંગમાં હાજરી આપી
મળતી માહિતી અનુસાર, આજ રોજ NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલની પુત્રી ક્રિષ્નાના લગ્ન મૂળ વડોદરાના NRI યુવક સાથે તેમના વેરાખાડી સ્થિત હાઉસ ખાતે યોજાયા હતા. આ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર નવદંપતીને આશીર્વાદ આપવા(Attendance of Sharad Pawar Wedding in Anand) માટે આવી પહોંચ્યાં હતા. સવારે 8 વાગે વડોદરા એરપોર્ટ આવી પહોંચેલા શરદ પવાર 10:30 વાગે લગ્ન સ્થળ પહોચી ગયા હતા. લગ્નસ્થળે નવદંપતીને આશીર્વાદ આપ્યા બાદ શરદ પવાર વહેરાખાડીથી વડોદરા(Sharad Pawar in Vadodara) એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11:15એ રવાના થયા હતા.
આ પણ વાંચોઃ Shiv Sena Vs BJP: ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વિના ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું, ધમકી આપનારને જડબાતોડ જવાબ મળશે
આ પણ વાંચોઃ PM Modi સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ચીફ Sharad Pawar એ મુલાકાત કરી