ETV Bharat / state

અમેરિકામાં રહેતા તનુજ પટેલની સસ્થાં રૂટ્સ પહોંચાડે છે 15000થી વધુ ગરીબોને ભોજન - corona in gujrtat

હાલમાં ચાલી રહેલી આ કોરોનાની મહામારીમાં અમેરિકામાં રહેતા તનુજ રૂટ્સ નામની સેવા સસ્થાં ચલાવે છે. જેઓએ હાલ કોરોનાની આ મહામારી ચાલુ થઇ ત્યારથી જ્યાં સુધી પતે નહી ત્યાં સુધી 15,000થી પણ વધુ ગરીબોને દરરોજનું ભોજન આપવાની જવાબદારી ઉપાડી સેવાયજ્ઞ ચાલુ કર્યો છે.

અમેરિકામાં રહેતા તનુજ પટેલની સસ્થાં રૂટ્સ પહોંચાડે છે 15000થી વધુ ગરીબોને ભોજન

author img

By

Published : Apr 22, 2020, 9:07 AM IST

આણંદઃ માનવતા પરમો ધર્મના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતો એક દેશ પ્રેમી વિદેશનરા પરથી ભારતમાં આવ્યો અને લૉકડાઉનના કપરા સમયમાં 15,000 ગરીબના ભોજનની જવાબદારી ઉપાડી છે.

આ નાગરિકનું નામ છે, તનુજ પટેલ. હા તનુજ પટેલ અમેરિકામાં રહે છે અને ઘણા લાંબા સમયથી રૂટ્સ નામની સમાજસેવાની સંસ્થા ચલાવે છે, જ્યારે કોરોના સામે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું તો આ યુવાને દેશ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને બન્યું એમ કે તેના રૂટ્સ (મૂળ)માંથી તેને પ્રેરણા મળી, મૂળ એટલેકે, તેનાં કાકા તેમના કાકા જેઓ મિલસેંટ ઘરઘંટીના મલિક અને પૂર્વ રાજ્ય સરકારના પ્રધાન તરીકે સેવા આપી ચુકેલા રોહિતભાઈ પટેલ.

રોહિતભાઈ પટેલ પણ મુસીબતમાં પ્રજા માટે કંઈક કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે તનુજ દ્વારા કરવામાં આવેલી વાત બાદ રૂટ્સ અને મિલસેંટના સંયુક્ત ઉપક્રમે ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું નક્કી થયું અને જોત જોતામાં 15,000 ઉપરાંત જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન પહોંચાડવાનો સેવાયજ્ઞ ચાલુ કર્યો છે.

દેશમાં લૉકડાઉન ચાલુ થયું તે દિવસથી લઇ જ્યાં સુધી તે ચાલે ત્યાં સુધી સેવા ચાલુ રાખવા નિર્ધાર કર્યો છે. આજે આણંદ,,કરમસદ,મોગરી, વિદ્યાનગર, સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં 15,000 કરતા વધારે લોકો સુધી સેવા પહોંચાડી રહ્યા છે.

રોહિતભાઈ પટેલ અને અમેરિકામાં સ્થાયી થયેલા તેમના ભત્રીજા તનુજ પટેલની ગરીબો માટેની સેવાને જોઈ આણંદ અનુપમ મિશનના સંતો એ પણ તેમના સેવા કાર્યને બિરદાવ્યા હતા.

જે લૉકડાઉનના કારણે પોતાના ધંધા રોજગાર ગુમાવી દીધા છે, ત્યારે રૂટ્સ દ્વારા તેમે ઉપલબ્ધ કરાવેલા સેવાથી નાગરિકોમાં પણ પૂર્ણ સંતોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ પણ તેમના આ નિસ્વાર્થ ચાલુ કરવામાં આવેલા સેવા યજ્ઞને આવકર્યો હતો અને તેમનો અને તેમના પરિવારના રાષ્ટ્ર પ્રેમને બિરદાવ્યો હતો.

આણંદના બિઝનેસમેન અને પૂર્વ રાજ્ય સેવકની લૉકડાઉન દરમિયાનની નિસ્વાર્થ સેવા જોતા હિન્દી ફિલ્મનું ગીત યાદ આવે છે "સોગંદ મુજે ઇસ મિટ્ટી કી યે દેશ નહીં મીટને દુગા" જે સાર્થક કરી બતાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.