ETV Bharat / state

આણંદ જિલ્લાના સારસા ગામમાં લોકડાઉન, કોરોનાના કેસમાં વધારો થતા કરાયો નિર્ણય

author img

By

Published : Mar 10, 2021, 5:02 PM IST

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ જિલ્લાના સારસા ગામે બીજીવાર સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સારસા ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા પંચાયત અને સ્થાનિકો દ્વારા ગામમાં 7 દિવસનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

સારસા ગામ
સારસા ગામ

  • સારસા ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન કર્યું જાહેર
  • 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
  • 25 જેટલા કોરોનાના કેસ નોંધાતા લેવાયો નિર્ણય

આણંદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભીડ એકઠી થવાને લઈ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના સારસા ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા સારસા ગામે બીજીવાર સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સારસા ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા પંચાયત અને સ્થાનિકો દ્વારા ગામમાં 7 દિવસનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં વેપાર વ્યવસાય માટે નિયત સમય આપવામાં આવ્યો છે. સાથે જ સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવિડના નિયમોનું ગામમાં ચુસ્તપણે પાલન થાય તે પ્રકારની તકેદારીઓનું ધ્યાન રાખવામાં આવશે.

સારસા ગામ
સારસા ગામ

અગાઉ પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું

સારસા ગામ
સારસા ગામ

અંદાજિત 20 હજાર કરતા વધુ વસ્તી ધરાવતું આણંદ જિલ્લાનું સારસા ગામ ફરી એકવાર કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ગામમાં અગાઉ સપ્ટેમ્બર માસમાં અચાનક કોરોના નું સંકરણ વધી જતા ગ્રામજનોએ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું, ત્યારે ગ્રામજનોના સહકારના કારણે કોરોના પર નિયંત્રણ લાવવામાં ગામ સફળ નીવડ્યુ હતું, જે બાદ પાંચ મહિનાના ટૂંકા સમયમાં ફરી એકવાર ગામમાં 20થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવતા સારસા ગામના નાગરિકો દ્વારા ફરીથી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનોની મળેલી બેઠકમાં સર્વ સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વ્યાપારીઓ તથા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા નાગરિકોએ પણ પંચાયતના નિર્ણયને આવકાર્યો છે.

સારસા ગામ
સારસા ગામ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો

16 માર્ચ સુધી લોકડાઉન

ઉલ્લેખનીય છે કે, સારસા ગામમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દવાઓ અને દૂધની દુકાનો ખુલી રહેશે તે સિવાયના તમામ ધંધા-રોજગાર બંધ રહેશે. વેપારીઓ પંચાયતના લીધેલા નિર્ણયને આવકારીને નિયત સમયમાં જ પોતાની દુકાનો બંધ કરી ગામમાં સંક્રમણ નાથવા માટે સહકાર આપતા નજરે પડ્યા હતા. આજે બુધવારથી અમલમાં મુકવામાં આવેલું લોકડાઉન 16 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાના સારસા ગામમાં લોકડાઉન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.