ETV Bharat / state

મહીસાગર પરિક્રમા કરતા ફસાયેલા યાત્રાળુઓને સ્થાનિકોએ બચાવ્યા - Mahisagar Parikrama

કાવી કંબોઇથી બોટ દ્વારા ધુવારણ તરફ પરત આવતા 55 જેટલા યાત્રીકો ધુવારણ દરિયામાં ફસાયા હતા. દરીયાઇ માર્ગે પાણી ઓછું હોવાથી નાવ કાદવ-કિચડમાં ફસાઇ હતી. જેને ત્યાના સ્થાનિક લોકોએ બચાવ્યા હતા.

ધુવારણ દરિયામાં 55 જેટલા ફસાયેલા યાત્રીકોને બચાવાયા

author img

By

Published : Apr 6, 2021, 8:33 PM IST

  • ધુવારણ દરિયામાં 55 જેટલા ફસાયેલા યાત્રીકોને બચાવાયા
  • દરીયાઇ માર્ગે પાણી ઓછું હોવાથી ફસાઇ હતી નાવ
  • કાદવ-કિચડમાં નાવ ફસાતા યાત્રાળુઓ અટવાયા હતા

આણંદ: જંબુસર તાલુકાના કાવી કંબોઇથી બોટ દ્વારા ધુવારણ તરફ પરત આવતા 55 જેટલા મહીસાગર પરિક્રમા યાત્રીકો સાથેની બોટ દરિયાની ભરતીના કારણે ફસાઇ હતી. આથી ભરતીના પાણીના હિલ્લોળાના કારણે બોટ ડૂબી જશેની ભીતિ વ્યાપી હતી. મધદરિયે ફસાયેલા યાત્રીકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનો અને માછીમારોને થતા મધદરિયે ફસાયેલા યાત્રીકોને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ધુવારણની આસપાસના માછીમારોએ પોતાની યાંત્રિક બોટ મધદરિયે લઇ જઇને યાત્રીકોને સલામત રીતે કિનારે લાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રના પદાધિકારીઓ પણ પહોંચ્યાનું જાણવા મળે છે.

કાદવ-કિચડમાં નાવ ફસાતા યાત્રાળુઓ અટવાયા હતા

આ પણ વાંચો: પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદૂત, બાળકોને ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા

મહીસાગર પરિક્રમા કરવા નીકળ્યા હતા યાત્રીકો

મળતી વિગતોમાં વહેરાખાડીથી છેલ્લા 12 વર્ષથી પદયાત્રીઓ મહી નદીની પરિક્રમા કરે છે. જેઓ આણંદ જિલ્લામાં પદયાત્રા કર્યા બાદ વડોદરા જિલ્લામાં બોટ મારફતે પહોંચે છે. ત્યાંથી પુન:પરિક્રમા કરીને પરત બોટ દ્વારા આણંદ જિલ્લામાં આવે છે. આ વર્ષ વહેરાખાડીથી 55 પદયાત્રીઓ પરિક્રમા અર્થે નીકળ્યા હતા. જેઓ જંબુસર તાલુકાના કાવી કંબોઇથી આણંદ જિલ્લામાં પરત આવવા ધુવારણ સુધી દરિયાઇ માર્ગ બોટમાં પ્રવાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: દુબઈમાં ફસાયેલા 175 ગુજરાતીઓ વતન પરત ફર્યા જેમાં 40 લોકો સુરતના

સ્થાનિકો દ્વારા યાત્રીકોને બચાવાયા

દરિયામાં ભરતીના કારણે પાણીનું સ્તર એકાએક વધ્યું હતું. જેના કારણે હાલક-ડોલક થતી બોટ મધદરિયે ફસાઇ હતી. ચારે તરફ પાણી નિહાળીને પ્રવાસ કરી રહેલા બોટના યાત્રાળુઓમાં ચિંતા સાથે બચાવ માટેની બૂમો પાડી હતી. સમગ્ર બાબતની સ્થાનિક ગ્રામજનોને જાણ થતાં સૌ દરિયા કિનારે દોડી ગયા હતા. જયાં ગ્રામજનો અને સાહસિક માછીમારોએ તેમની બોટ દ્વારા મધદરિયે પહોંચીને યાત્રાળુઓની બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ક્રમશ: બોટમાં યાત્રાળુઓને સલામત રીતે દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા.

યાત્રાળુઓએ ઋણ સ્વીકાર કર્યો

પાણીનું સંકટ હોવા છતાંયે પોતાનો જીવ જોખમમાં મૂકીને યાત્રીકોનો જીવ બચાવનારા સેવાભાવી ગ્રામજનો, અને સાહસિક માછીમારોનો યાત્રાળુઓએ ઋણ સ્વીકાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.