ETV Bharat / state

આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જસુ પરમારની ઝીરોથી હીરો સુધીની સફર - Anand Taluka Vice President Jasu Parmar

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. આણંદ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીએ જંગી બેઠકો પર વિજય મેળવી સત્તા હસ્તગત કરી છે, ત્યારે આણંદ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે જસુ પરમારની પસંદગી કરવામાં આવી છે.

આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જસુ પરમારની ઝીરોથી હીરો સુધીની સફર

author img

By

Published : Mar 22, 2021, 7:14 PM IST

  • જસુભાઈ પરમારને 18 વર્ષે મળ્યું સ્થાન
  • છેલ્લા 18 વર્ષથી વિસ્તારમાં કરી રહ્યા છે પ્રજાલક્ષી સેવા
  • રહેવા માટે પાકી છત પણ નથી, છતાં દિવસભર કરી રહ્યા છે પ્રજાની સેવા

આણંદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો, ત્યારે ઉપ પ્રમુખ તરીકે જસુ પરમારની પસંદગી કરવામાં આવી છે. જસુ પરમાર છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પાયાના કાર્યકર તરીખે જોડાયેલા છે, જશુભાઈ સૌપ્રથમ વાર સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમણે 2754 મત મેળવી વિજય મેળવ્યો હતો, જશુભાઈની આર્થિક પરિસ્થિતિ ખુબજ સામાન્ય હોવા છતાં વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓએ જુસ્સાથી ઉમેદવારી નોંધાવીને 742 મતની લીડ સાથે જીત મેળવી હતી. તાલુકાના ઉપપ્રમુખ પદ માટે તેમની સર્વાનુમતે પસંદગી કરાઈ છે.

રહેવા માટે પાકી છત પણ નથી, છતાં દિવસભર કરી રહ્યા છે પ્રજાની સેવા

આ પણ વાંચોઃ આણંદની 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

2007 થી 2015 સુધી નાપાડ ગામ પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપી

ઉલ્લેખનીય છે કે, નાપાડ-વાટા ગામના ચાણસીપરા વિસ્તારમાં કાચું મકાન ધરાવતા જશુભાઈના ઘરે કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે સુખેથી રહેતા જસુભાઈ અગાવ 2007 થી 2015 સુધી નાપાડ ગામ પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે, પહેલેથી જ તેઓ પ્રજાની સુખાકારીમાં વધારો કરવામાં ખૂબ રસ ધરાવતા હોવાથી સરકારી યોજનાઓના લાભ પ્રજાને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને પડતી સમસ્યાઓ જેવી કે, રસ્તા, પાણી, ગટર,પાણીની ટાંકી જેવી સમસ્યાઓમાં પ્રજાની સુવિધાઓમાં વધારો કરવા કાયમ તર્પર રહેતા હતા અને તેના ફળ સ્વરૂપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને વિજય અપાવ્યો હોવાની જાણકારી જસુભાઈ એ આપી હતી.

પક્ષે એક નાના કાર્યકરને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી

મહત્વનું છે કે, જ્યારે પક્ષે એક નાના કાર્યકરને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, ત્યારે જસુભાઈ સત્તાનો સદઉપયોગ કરી પ્રજાને સારી સુવિધાઓ મળી રહે તે દિશામાં કામ કરીને પ્રજાએ તેમના પર મુકેલા વિશ્વાસ પર ખરા ઉતરી કામગીરી કરવાની તૈયારી બતાવી હતી. સાચા અર્થમાં પ્રજા સેવકને પક્ષ દ્વારા લાંબા સમયની તપસ્યા બાદ આપવામાં આવેલી જવાબદારી પર ખરા ઉતરેલા આ પ્રજા પ્રતિનિધિના પરિવારમાં કુલ ચાર સભ્યો છે. જેમાં પત્ની, પુત્ર અને એક દીકરીનો સમાવેશ થાય છે. અતિ સામાન્ય જીવન જીવતા આણંદ તાલુકાના ઉપ પ્રમુખ સંપત્તિમાં માત્ર 24 વીઘા જમીન અને બે ગાય ધરાવે છે, અને સાધનમાં માત્ર એક બાઇક ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.