ETV Bharat / state

મ્યુકોરમાઇકોસીસ રોગમાં જોવા મળી રહ્યો છે વધારો, જાણો શું છે આ બીમારી

કોરોના મહામારી વચ્ચે ઘણા લોકોને મ્યુકોરમાઇકોસીસ થવાની ફરિયાદો સામે આવી રહી છે. આ ગંભીર બીમારીમાં દર્દીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.નિષ્ણાતના મતે દર્દીને સમયસર સારવાર મળી રહે તો આ બીમારીમાંથી સ્વસ્થ બની શકે છે. પરંતુ જો સારવારમાં વિલંબ કરવામાં આવે તો આ બીમારી ગંભીર પરિમાણ આપી શકે છે,જેમાં જરૂર પડતાં દર્દીના અંગો પણ દૂર કરવા ફરજ પડે છે.

author img

By

Published : May 15, 2021, 8:31 PM IST

મ્યુકોરમાઇકોસીસ રોગમાં જોવા મળી રહ્યો છે વધારો, જાણો શું છે આ બીમારી
મ્યુકોરમાઇકોસીસ રોગમાં જોવા મળી રહ્યો છે વધારો, જાણો શું છે આ બીમારી
  • સ્ટીરોઇડના વધુ સેવનથી થાય છે આ બીમારી
  • વાતાવરણમાં આના જંતુ સામાન્ય રીતે હોય જ છે
  • રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી જંતુ શરીરમાં પ્રવેશી ઇન્ફેકશન ફેલાવે છે

આણંદઃ આણંદના પ્રખ્યાત ડો. ગિરીશ મિશ્રા સાથે ETV Bharat આ બીમારી અંગે ચર્ચા કરી હતી. જેમાં ડો.મિશ્રાના જણાવ્યા મુજબ આ બીમારી મુખ્યત્વે નાકમાં ફન્ગલ ઇન્ફેક્શનથી શરૂ થતી હોય છે જે વધતા અંતે આંખ, મો, અને મગજ સુધી અસર કરી શકે છે. જે થવા પાછળનું મુખ્ય કારણ અમુક પ્રકારની દવાઓનું બિનજરૂરી સેવન છે.

ફંગસના બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં હવામાં હોય જ છે

ડૉ મિશ્રાના મતે આ બીમારી ઘણી જૂની છે. જેના ફંગસના બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં હવામાં હોય જ છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી શરીર પર હાવી થઈ શકતા નથી. પરંતુ કોરોના મહામારીમાં દર્દીઓની ચોક્કસ પ્રકારના ઇન્જેક્શન અને દવાઓનું બિનજરૂરી સેવન થતું હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેના પરિણામે આ બીમારીનો દર્દી ભોગ બને છે. આણંદ જિલ્લામાં પણ આ બીમારીના ઘણા કેસ જોવા મળી રહ્યાં છે, જેમાં બીમારી વધુ પ્રસરી જવાથી આંખ અને ગાલના જટિલ ઓપરેશન કરવાની પણ ફરજ પડી ચૂકી છે.

નિષ્ણાતના મતે દર્દીને સમયસર સારવાર મળી રહે તો આ બીમારીમાંથી સ્વસ્થ બની શકે છે

આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકર માઇકોસીસના વધુ 4 દર્દીઓ નોંધાયા, કુલ આંક 95 પર પહોંચ્યો

બિનજરૂરી દવાઓના સેવનથી દર્દી દૂર રહો

ડૉ. મિશ્રાએ સલાહ આપતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની બીમારીમાં દર્દીએ જાતે દવા નક્કી કરી તેનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહી. દર્દીએ રોગની ફરિયાદ અનુરૂપ તેના નિષ્ણાત તબીબની સલાહ લેવી. આ મહામારીના સમયમાં હિતાવહ રહેશે. જેથી બિનજરૂરી દવાઓના સેવનથી દર્દી દૂર રહે અને તેને બીમારી અનુરૂપ સારવાર મળી રહેશે.

આ પણ વાંચોઃ જામનગરમાં મ્યુકોરમાઈકોસીસ સારવાર લઈ રહેલા 10 જેટલા કોવિડ દર્દીઓના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.