એક નજર આણંદ જિલ્લાના આજના સમાચાર પર
- NRC અને CAAને સમર્થન આપતી રેલીનું આણંદમાં મંગળવારે આયોજન થશે. મોટી સંખ્યામાં નાગરિકો નાગરિકતા કાયદાના સમર્થનમાં ધરણા અને રેલીમાં જોડાય તેવી શક્યતાઓ છે.
- ખંભાતમાં દરિયાઈ ખાડી વિસ્તારમાં દીપડો દેખાયાની વાતે સ્થાનિકોમાં ભીતિ અરજી મળતા જંગલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી મારણ સાથેના પાંજરા મૂકાયા.
- વલાસણ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓને કરમસદ મેડિકલમાં સારવાર અર્થે દાખલ કરાયા.
- માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે આણંદના યુવાનનો નવતર પ્રયોગ, રસ્તામાં રખડતા શ્વાનને ગળે રેડિયમ બેલ્ટ મારી રીફલેક્ટર થકી અકસ્માતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
- ગંભીરાથી બોરસદને જોડતા માર્ગનું નવીનીકરણ થશે. 30 કરોડના ખર્ચે રાજ્ય સરકાર નવીનીકરણની ગ્રાન્ટની મંજૂરી આપીને ગંભીર જોડતા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા હતા. તેના કારણે ભારે વાહન પર પ્રતિબંધ હતો. મિતેશ પટેલ આણંદ જિલ્લા સાંસદ દ્વારા નવિનીકરણના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
- આણંદ રોકડીયા હનુમાનજી મંદિરનું નવનિર્માણ કાર્ય આગામી 14 જાન્યુઆરીના પૂર્ણ થશે. 16થી 20 જાન્યુઆરી સુધી દ્વિસતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થશે. વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ આચાર્ય ઉપસ્થિત રહેશે.
- આણંદમાં મોબાઈલ ચોર પકડાયો, મૂળ પેટલાદના બે ગઠિયાઓ 20 જેટલા મોબાઇલની ચોરીમાં હતા સામેલ