ETV Bharat / state

આણંદઃ બજારમાં તેજી સાથે સોના ચાંદીની ખરીદીમાં જામ્યો રંગ, જુઓ અમારો ખાસ અહેવાલ - દિવાળી

તહેવારોની ઉજવણીમાં સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદના સોની બજારમાં ગ્રાહકોનો ઘસારો વધવા પામ્યો હતો. જેથી સોના ચાંદીના વહેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સોના ચાંદીની ખરીદીમાં રંગ જામ્યો, બજારમાં તેજી જોવા મળી જૂઓ અમારા વિશેષ અહેવાલમાં

author img

By

Published : Nov 14, 2020, 12:17 PM IST

Updated : Nov 14, 2020, 2:35 PM IST

  • અનલોક બાદ સોના ચાંદીના વ્યવસાયમાં 30 થી 40 ટકા વેચાણ
  • તહેવારોમાં સોના ચાંદીના વેચાણમાં નોંધાયો વધારો
  • પુષ્ય નક્ષત્ર કરતા ધનતેરસના દિવસે વેચાણ વધ્યું
  • સોનાના ભાવમાં 2 હજારનો ઘટાડો નોંધાયો
  • લગ્નની ખરીદીની પણ બજારમાં થઇ શરૂઆત

આણંદ: તહેવારોની ઉજવણી અને સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદના સોની બજારમાં ગ્રાહકોનો ઘસારો વધવા પામ્યો હતો. જેથી સોના ચાંદીના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લોકડાઉનની સોના-ચાંદીના વેચાણમાં અસર

કોરોના મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ જ્યારે અનલોકમાં વ્યવસાય રોજગારને વિશેષ નિયમો સાથે છુટછાટ આપવામાં આવ્યા છે, ત્યારે સોના ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓને વિકટ સમયનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન સોના ચાંદીના વેચાણમાં 30 થી 40 ટકા જેટલું વેચાણ થતું હતું. વેપારીના જણાવ્યા અનુસાર આ સમય મોટા ભાગના વેપારીઓ આવનાર સમયને લઈ ચિંતિત હતા. બીજી તરફ સોનાના ભાવમાં પણ સતત વધારો થયો હતો. જેને કારણે સામાન્ય માણસો માટે સોનાની ખરીદી કરવી સ્વપ્ન સમાન સાબિત થયું હતું.

સોના ચાંદીની ખરીદીમાં રંગ જામ્યો, બજારમાં તેજી જોવા મળી જૂઓ અમારા વિશેષ અહેવાલમાં
દિવાળીના દિવસોમાં સોનાની ખરીદીમાં વધારો નોંધાયોકોરોના કહેર વચ્ચે ઉજવાઈ રહેલી દિવાળીના દિવસોમાં સોનાની ખરીદીમાં વધારો નોંધાયો હતો. શુક્રવારે જ્યારે ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવી તેને સુકન માને છે. જેના કારણે આજે બજારમાં સોના ચાંદીની ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. થોડા દિવસો અગાઉ પુષ્ય નક્ષત્રમાં પણ લોકોએ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી હતી. તેની સરખામણીમાં આજે 10 ગ્રામે 2000 રૂપિયાનો ભાવમાં ઘટાડો નોંધાતા ગ્રાહકોએ મન મૂકીને ખરીદી કરી હતી.આગામી દિવસોમાં લગ્ન પ્રસંગના મુહૂર્ત આવતા હોવાથી પણ બજારમાં આ શુભદિવસોમાં નાગરિકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. વેપારીનું માનીએ તો સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે લગ્ન પ્રસંગના નિયમોમાં કરેલા ફેરફારના કારણે જ્યારે લોકોના અન્ય ખર્ચમાં બચત થતી હોવાથી હવે લોકો સોનામાં વધુ રોકાણ કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી વધી રહેલા સોનાના ભાવ વચ્ચે છેલ્લાં ઘણા સમયથી સોનાના ભાવ સ્થિર રહેતા લોકોનો સોનામાં રોકાણ પર વિશ્વાસ વધવા પામ્યો છે.

Last Updated : Nov 14, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.