- ચરોતર ગેસનો પુરવઠો રહશે નિયમિત ચાલુ
- ચરોતર ગેસ દ્વારા કરવાં આવી જાહેરાત
- 11 અને 12 જાન્યુઆરીએ ગેસ પુરવઠો બંધ રહેવાની કરવામાં આવી હતી જાહેરાત
આણંદઃ ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા આગામી 11 તથા 12 જાન્યુઆરીએ ચરોતર ગેસ સહકારી મંડળીમાં ગેસ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેને 33 હજાર જેટલા રહેઠાણ કનેકશન તથા સાડી છસો ઉપરાંત ઔધોગિક એકમોમાં ગેસ પુરવઠો ખોરવાની શક્યતાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. દહેજ ખાતે હાથ ધરવામાં આવેલા મેન્ટેનન્સ કામગીરીને લઇ આ ગેસ પુરવઠો બંધ રહેવા અંગે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે હવે રાબેતા મુજબ ચાલુ રહેવાની આ જાહેરાત સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે
ગેસ પુરવઠો બંધ રાખવામાં આવશે નહીં
આ અંગે માહિતી આપતા ચરોતર ગેસ પ્રાઇવેટ લિમિટેડના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવી છે કે, આગામી 11 તથા 12 જાન્યુઆરીએ જે ગેસ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જે હવે ગેસ પુરવઠો બંધ રાખવામાં આવશે નહીં રાબેતા મુજબ જે ગેસ પુરવઠો મળતો હતો તે ચાલુ રહેશે.
અગાવમાં જાહેર કરેલી સૂચનાઓને રદ કરવામાં આવી
આ સંદર્ભે ઉચ્ચ કક્ષાની મળેલી બેઠકમાં આ પુરવઠો રાબેતા મુજબ ચાલુ રાખવાના સૂચનો કરવામાં આવ્યા છે. જેથી હવે દહેજમાં હાથ ધરવામાં આવનારા મેન્ટેનન્સ કામ ન કારણે કોઈ પુરવઠો બંધ રહેવાનો નથી. જેથી અગાવમાં જાહેર કરેલી સૂચનાઓને રદ કરવામાં આવ્યા છે.