ETV Bharat / state

ગુજરાતના પેરિસ તરીકે જાણીતા ધર્મજમાં 'ધોળા દિવસે ધાડ': બોગસ બેંક ખોલી લાખો રૂપિયાની છેતરપીંડી - Bank fraud news in gujarat

આણંદ: ગુજરાતના પેરિસ તરીકે જાણીતા ધર્મજ ગામ કે જ્યાં સુખ-સમૃદ્ધિ અને એશોઆરામ કોઈ શહેરથી કામ નથી પરંતુ ગામના સુખી સંપન્ન વ્યક્તિઓની ઊંઘ એક ભેજાબાજે ઉડાડી દીધી છે. આજે ધર્મજમાં અનેક વ્યક્તિઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે ધર્મજ વાસીઓ પાસેથી જાણીએ શું છે સમગ્ર ઘટના...

anand
anand
author img

By

Published : Dec 17, 2019, 6:13 PM IST

Updated : Dec 17, 2019, 6:20 PM IST

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ સમૃદ્ધ ગામ એટલે કે ધર્મજ...ધર્મજમાં આમ તો ગ્રામ પંચાયત છે પરંતુ આ ગામની સુવિધાઓ કોઈ મહાનગરપાલિકાથી કમ નથી. ગામનું પોતાનું વોટરપાર્ક છે. ફરવા માટે રમણીય બાગ બગીચા છે. શહેરમાં જિમ અને યોગા સેન્ટર જેવી સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ સુવિધા સભર પરિસર આવેલા છે.

વિદેશમાં વસવાટ કરી દેશમાં નિવેશ કરવાની ધર્મજની વર્ષો જૂની પ્રણાલી છે. તેથી જ નાનકડા એવા ધર્મજ ગામમાં દેશની અગ્રણી બેંકોને તેમની બ્રાન્ચ ખોલવી પડે છે. ધર્મજમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકો આવેલી છે તથા અનેક પ્રાઇવેટ બેંકો પણ ધર્મજમાં તેમના બ્રાન્ચ ખોલીને ધર્મજ વાસીઓને સેવા આપી રહી છે. જેમાં આંધળો વિશ્વાસ કરી ધર્મજ વાસીઓ લાખો રૂપિયાની થાપણ મૂકી દેતા હોય છે.

ગુજરાતનું પેરિસ બન્યું ભેજેબાજનો ભોગ...જાણો ઘટનાક્રમ

થોડાક સમય પહેલા ધર્મજમાં આવી જ એક ખાનગી કંપનીને મળતાવડા નામ સાથે બેંક ખોલી હતી. ધર્મજમાં કોટક સિક્યોરિટીઝના નામે ઓફિસ ચાલુ કરી ધર્મજ વાસીઓને ચૂનો લગાવ્યો છે. જી હા...કનકસિંહ નામના વ્યક્તિ દ્વારા અંદાજિત દોઢ માસ અગાઉ ધર્મજમાં કોટક સિક્યુરિટીઝના નામેઓફિસ ચાલુ કરી ધર્મજના જ બે યુવાનોને રોજગારી આપી ગામ વાસીઓનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં ગામમાંથી ફિક્સ ડિપોઝીટના નામે નાણાં એકત્ર કરવાના શરૂ કર્યા હતા. ઊંચા વ્યાજદરની લાલચ આપી ગામલોકોને વિશ્વાસમાં લઈ આ ભેજાબાજે ખૂબ જ ટૂંકા ગાળામાં NRI કુટુંબો પાસેથી લાખો રૂપિયા થાપણ પેઠે સ્વીકાર્યા હતા.

જ્યારે એક ગ્રાહક દ્વારા ધર્મજની કોટક સિક્યુરિટીઝની ઓફીસ પર ચેક દ્વારા રકમ જમા કરાવવા આગ્રહ કરવામાં આવ્યો ત્યારે કનક શાહ દ્વારા તે ગ્રાહકને બેરર ચેક અથવા તો રોકડા નાણાં આપવા કાલાવાલા કરવામાં આવ્યા. જેથી આવેલ ગ્રાહકે તેના ચાર્ટર્ડ એકાઉન્ટને પૂછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પરંતુ કનક શાહ સમયસૂચકતા દાખવી ધર્મજ ગામ છોડી રફુચક્કર થઇ ગયો હતો.

હાલમાં કોટક સિક્યોરિટીઝના નામે તથા મહેન્દ્રા કોટક બેંકના નામે લાખોનો ચૂનો લગાડી ફરાર કનક શાહના વિરોધમાં એક પણ પોલીસ ફરિયાદ થયેલ નથી. કદાચ આર્થિક ક્ષમતાને કારણે ધર્મજ વાસીઓને કાંઈ વધારે ફરક પડતો હોય તેમ લાગી નથી રહ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર kotak ગ્રુપના મુખ્ય કોમ્યુનિકેશન ઓફિસર રોહિત રાવ દ્વારા ધર્મજની આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ધર્મજમાં કોટક બેંકની કોઈ શાખા નથી. પૈસા સ્વીકારવા કે ફીક્સ ડિપોઝીટ માટે રસીદ આપવા કોઈની નિમણૂંક કરી નથી. બેંકની ગરિમાને ઠેસ પહોંચાડતા આ બનાવ પર પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે પરંતુ ધર્મજ વાસીઓ રોકાણ કરવામાં આવેલ નાણા વિશે બોલવા તૈયાર નથી. જો ગામલોકો આની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરે તો વધુ ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે તેમ છે.

Intro:ગુજરાતના પેરિસ તરીકે જાણીતા ધર્મજ ગામ કે જ્યાં સુખ-સમૃદ્ધિ અને એશોઆરામ કોઈ શહેરથી કામ નથી પરંતુ ગામના સુખી સંપન્ન વ્યક્તિઓની ઊંઘ એક ભેજાબાજે ઉડાડી દીધી છે આજે ધર્મજમાં અનેક વ્યક્તિઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે જાણીએ શું છે સમગ્ર ઘટના ધર્મજ વાસીઓ પાસેથી.

Body: આણંદ જિલ્લા ના પેટલાદ તાલુકામાં આવેલ સમૃદ્ધ ગામ એટલે કે ધર્મજ ધર્મજમાં આમ તો ગ્રામ પંચાયત છે પરંતુ આ ગામની સુવિધાઓ કોઈ મહાનગરપાલિકા થી કમ નથી ગામનું પોતાનો વોટરપાર્ક છે ફરવા માટે રમણીય બાગ બગીચા છે શહેરમાં જિમ અને યોગા સેન્ટર જેવી સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ સુવિધા સભર પરિસર આવેલા છે વિદેશમાં વસવાટ કરી દેશમાં નિવેશ કરવાની ધર્મજ ની વર્ષો જૂની પ્રણાલી છે તેથી જ નાનકડા એવા ધર્મજ ગામ માં દેશની અગ્રણી બેંકોને તેમની બ્રાન્ચ ખોલવી પડે છે ધર્મજમાં ૧૨ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો આવેલી છે તથા અનેક પ્રાઇવેટ બેન્કો પણ ધર્મજમાં તેમના બ્રાંચ ખોલી ને ધર્મજ વાસીઓને તેમની સેવા આપી રહી છે જેમાં આંધળો વિશ્વાસ કરી ધર્મજ વાસીઓ લાખો રૂપિયાની થાપણ મૂકી દેતા હોય છે.

થોડાક સમય પહેલા ધર્મજમાં આવી જ એક ખાનગી કંપની ને મળતાવડા નામ સાથે એક બીજી બાજુ ધર્મજમાં કોટક સિક્યોરિટીઝના નામે ઓફિસ ચાલુ કરી ધર્મજ વાસીઓને ચૂનો લગાવ્યો છે જી હા કનકસિંહ નામના વ્યક્તિ દ્વારા અંદાજિત દોઢ માસ અગાઉ ધર્મજમાં કોટક સિક્યુરિટીઝ ના નામે એક ખાનગી ઓફિસ ચાલુ કરી ધર્મજના જ બે યુવાનોને રોજગારી આપી ગામ વાસીઓ નો વિશ્વાસ જીત્યો હતો બાદમાં ગામમાંથી ફિક્સ ડિપોઝીટ ના નામે નાણાં કરવાના શરૂ કર્યા હતા ઊંચા વ્યાજદર ની લાલચ આપી ગામલોકોને વિશ્વાસમાં લઈ આ ભેજાબાજે ખૂબ જ ટૂંકા ગાળામાં nri કુટુંબો પાસેથી લાખો રૂપિયા થાપણ પેઠે સ્વીકાર્યા હતા.

જ્યારે એક ગ્રાહક દ્વારા ધર્મજ ની કોટક સિક્યુરિટીઝ ની ઓફીસ પર ચેક દ્વારા રકમ જમા કરાવવા આગ્રહ કરવામાં આવ્યો ત્યારે કનક શાહ દ્વારા તે ગ્રાહકને બેરર ચેક અથવા તો રોકડા નાણાં આપવા કાલાવાલા કરવામાં આવ્યા જેથી આવેલ ગ્રાહક દ્વારા તેના ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે પૂછતા કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને સમયસૂચકતા દાખવી ક નકસા ધર્મજ ગામ છોડી રફુચક્કર થઇ ગયો હતો

હાલમાં કોટક સિક્યોરિટીઝના નામે તથા મહેન્દ્રા કોટક બેંક ના નામે લાખોનો ચૂનો લગાડી ફરાર થઈ ગયેલ કનક શાહ ના વિરોધમાં એક પણ પોલીસ ફરિયાદ થયેલ નથી કદાચ આર્થિક ક્ષમતા ને કારણે ધર્મજ વાસીઓ ને કાંઈ વધારે ફરક પડતો હોય તેમ લાગી નથી રહ્યું પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર kotak ગ્રુપ દ્વારા ધર્મજ ની આ ઘટનાને વખોડી કાઢતા તો તથા બેંકની ગરિમાને ઠેસ પહોંચાડતા આ બનાવ પર પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનને પત્ર લખી કડક કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે પરંતુ ધર્મજ વાસીઓ રોકાણ કરવામાં આવેલ નાણા વિશે બોલવા તૈયાર નથી જો ગામલોકો આની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરે તો વધુ ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે તેમ છે.

બાઈટ : જયવીર પટેલ (અગ્રણી)

Conclusion:
Last Updated : Dec 17, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.