- ચિખોદરા બેઠક આણંદ જિલ્લા પંચાયતની મહત્વ પૂર્ણ બેઠક
- બેઠક પર જ્ઞાતિકીય સમીકરણો મુખ્ય ભૂમિકામાં
- આણંદ જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો
આણંદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી એક મહત્વપૂર્ણ કહી શકાય તેવી ચિખોદરા બેઠક પર ETV BHARAT દ્વારા મતદારોનો મૂડ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પ્રજા સાથે થયેલા સંવાદ માં પ્રજા આ વિસ્તારમાં થયેલા કામોથી સંતુષ્ટ હોય તેવું લાગી રહ્યું છે.
![ચિખોદરા ગામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10573636_aaaandddd.jpg)
આ બેઠક પર કુલ 25,000ની આસપાસ મતદારો
ચિખોદરા બેઠકમાં ચાર ગામોનો સમાવેશ થાય છે, જેમાં બેડવા, રાસનોલ, વાઘસી અને ચિખોદરા ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 25,000ની આસપાસ મતદારો છે, જે પોતાના પ્રિય પ્રતિનિધિની તરફેણમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી તેમને વિજય પ્રાપ્ત કરવામાં પોતાનું યોગદાન આપશે.
![ચિખોદરા ગામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-oanchayat-par-konu-raj-special-7205242_10022021162839_1002f_02066_43.jpg)
ધારાસભ્ય ગોવિંદ પરમાર છે ચિખોદરાના વતની
ચિખોદરા બેઠક પર ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપમાં મેન્ડેટ સાથે ચંપાબેન પરમાર વિજય બન્યાં હતા, જ્યારે તાલુકા બેઠક 1 માંથી સેજલબેન પટેલ કોંગ્રેસના મેન્ડેટ સાથે અને તાલુકા પંચાયત બેઠક 2 માં ગીતાબેન પરમાર ભાજપના મેન્ડેટ સાથે વિજય બન્યા હતા. જેથી કહી શકાય કે, ચિખોદરાના મતદારો મિશ્ર રાજકારણમાં વિશ્વાસ રાખે છે. ગામની કુલ વસ્તી 25,000 જેટલી છે. ગામની ભૌગોલિક બાંધણી પણ મજબૂત કહી શકાય, મુખ્યત્વે ગામમાં પટેલ અને ક્ષત્રિયોનું પ્રભુત્વ રહેલું છે. રાજકારણ ગામના મૂળમાં વશે છે. ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા ધારાસભ્ય ગોવિંદ પરમાર ચિખોદરાના વતની છે, જ્યારે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસકી) પણ ચિખોદરા ગામના વતની છે.
![ચિખોદરા બેઠક આણંદ જિલ્લા પંચાયતની મહત્વ પૂર્ણ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-oanchayat-par-konu-raj-special-7205242_10022021162839_1002f_02066_836.jpg)
આ બેઠક પર એનસીપીના ઉમેદવાર પણ ચૂંટણીમાં ઝંપલાવે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે
આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ચિખોદરા બેઠક પર એનસીપીના ઉમેદવાર પણ ચૂંટણીમાં ઝંપલાવે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ પ્રજાને રીઝવવામાં સફળ નીવડે છે અને જિલ્લા પંચાયતમાં કોણ સત્તા હાસિલ કરે છે તે રસપ્રદ બનશે.