ETV Bharat / state

આણંદ ગંજ બજાર 17 મે સુધી બંધ કરાયું, કલેક્ટરે આપ્યા આદેશ

આણંદ શહેરમાં આવેલી ગંજ બજાર કે જ્યાં સમગ્ર જિલ્લામાંથી નાગરીકો ખરીદી કરવા માટે આવતા હોય છે. તેમજ જ્યાં જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે તે જગ્યાઓને આણંદ કલેક્ટર દ્વારા આગામી 17 મે સુધી સદંતર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આણંદ ગંજ બજાર 17 મે સુધી બંધ કરવામાં આવ્યું.

author img

By

Published : May 9, 2020, 3:46 PM IST

આણંદ: જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા આણંદના સરદાર ગંજ બજારને જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી આગામી 17 મે સુધી સદંતર બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતુ. જેના પગલે આણંદની જનતાએ સરદાર ગંજમાં ખરીદી માટે લાંબી લાઇનો લગાવી હતી.

આણંદ ગંજ બજાર 17 મે સુધી બંધ કરવામાં આવ્યું.
મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડેલા નાગરિકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સાથે જ દુકાનદારો તથા શહેરના અન્ય સ્વયંસેવકો દ્વારા લોકોને શિસ્તમાં રહેવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવતી હતી. અચાનક કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લોકોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની ચિંતા વધતા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

કોરોના કહેર વચ્ચે જ્યારે આણંદ જિલ્લાને સરકાર દ્વારા રેડ ઝોન જાહેર કરાયો છે. ત્યારે કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણય થકી આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટે તથા આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.