આણંદઃ ચરોતરમાં ઉનાળુ બાજરીનું માલબત વાવેતર કરવામાં આવે છે, જે બાજરી ગરીબોની આંતરડી ઠારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે, નાનામાં નાનો માણસ રોટલા માટે બાજરીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ વર્ષે થયેલા કમોસમી વરસાદ બાદ બાજરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
સામાન્ય રીતે બાજરીના પાકને વરસાદના કારણે તૈયાર પાક કાળો પડી જાય છે, સાથે જ ઘણા કિસ્સામાં બાજરી ડુંડા પર જ ઊગી નીકળે છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની જાય છે, ત્યારે ચાલુ વર્ષે થયેલા વરસાદ બાદ ચરોતરના ખેડૂતોને આર્થિક સહાય સરકાર તરફથી મળે તેવી ખેડૂતોએ આશા રાખી બેઠા છે.
હાલ બાજરીનો ભાવ 200 રૂપિયા મણ થવા પામ્યો છે. જેમાં ખેડૂતોને મજૂરી પણ મળે તેમ નથી. ત્યારે હવે સરકાર દ્વારા આ પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ કારવામાં આવે તેવો સૂર ઉઠવા પામ્યો છે.