ETV Bharat / state

ખંભાત માધવલાલ શાહ હાઇસ્કુલનું કોરોના દરમિયાન અનોખું અભિયાન - આણંદના સમાચાર

ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના શિક્ષકો, બાળકો અને દાતાઓએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અનોખું અભિયાન હાથ ધર્યું છે. કોરોના કાળમાં વિધાર્થીઓ આર્થિક સંકળામણમાં શાળાની ફી ન ભરી શકે તેવા સંજોગોમાં શાળા દ્વારા ફી ભરી બાળકોનું શિક્ષણકાર્ય ધબકતું રાખ્યું છે.

ખંભાત માધવલાલ શાહ હાઇસ્કુલનું કોરોના દરમિયાન અનોખું અભિયાન

author img

By

Published : May 15, 2021, 11:05 PM IST

  • શાળાએ કાન્સીલિંગ કેન્દ્ર બની બાળકો, વાલીઓ અને સમાજ માટે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા
  • બાળકોને શૈક્ષણિક મૂંઝવણ ન રહે તે માટે વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યા
  • ગ્રુપમાં શૈક્ષણિક માહિતી ઉપરાંત કોરોનકાળ સંદર્ભે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવતુ હતું
  • શાળાએ શિક્ષકો અને દાતાઓનો સહયોગ સાધી આર્થિક ભંડોળ ભેગું કરી જરૂરિયાતમંદોને મદદ કરી

આણંદઃ ખંભાત-તારાપુર,સોજીત્રા જેવા છેવાડાના તાલુકામાં સૌથી વધુ ડ્રોપ આઉટ દર છે. તેમજ અહી સ્ત્રી જન્મ દર પણ ઓછો છે તેવા સંજોગોમાં ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના શિક્ષકો,બાળકો અને દાતાઓએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અનોખું અભિયાન આદર્યું છે. ઉપરાંત કોરોના કાળમાં વિધાર્થીઓ આર્થિક સંકળામણમાં શાળાની ફી ન ભરી શકે તેવા સંજોગોમાં શાળા દ્વારા ફી ભરી બાળકોનું શિક્ષણકાર્ય ધબકતું રાખ્યું છે.

350થી જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી રાશન કીટ અને શાકભાજી પહોચાડ્યા

350થી જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી રાશન કીટ અને શાકભાજી પહોચાડી, દાક્તરી સારવાર માટે બાળકોના પરિવારજનોને હોસ્પિટલ સુવિધા પૂરી પાડવાથી લઈને આર્થિક મદદ કરી. શાળા પરિવાર દ્વારા શિક્ષકો અને દાતાઓના સહયોગથી 5 લાખ રૂપિયાથી વધુના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. શાળા દ્વારા રાહત સામગ્રી ઉપરાંત આભાવગ્રસ્ત વિસ્તારમાં રસીકરણ, કોરોનામાં સાવચેતીનું માર્ગદર્શન આપ્યું અને સેનેટરી પેડનું કાયમી વિતરણ કેન્દ્ર ઊભું કર્યું.

શાળાએ 600થી વધુ શૈક્ષણિક વીડિયો બનાવી ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું

છેવાડાના ગામોના બાળકો સુધી પહોચી શિક્ષકો બાળકોને શિક્ષણ માટે તૈયાર કરી સુવિધાઓ આપી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને શરમાવે તેવું શિક્ષણ આપે છે, પરિણામ લાવે છે. શાળાએ 600થી વધુ શૈક્ષણિક વીડિયો બનાવી ગરીબ બાળકો સુધી ઓનલાઇન શિક્ષણ પણ પહોચાડ્યું છે. ઓનલાઈન પરીક્ષા પણ લીધી અને જરૂરિયાતમંદ બાળકોની ફી પણ ભરી છે. શાળાની કોરોના વોરિયર્સ ટીમ 24 કલાક બાળકોની સાથે રહી તેમને પડતી મુસ્કેલીઓમાં સહાયક બને છે. શાળાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ટીમ બનાવી સમાજ ઉત્કર્ષ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી.

શાળાએ શિક્ષકો અને દાતાઓનો સહયોગ સાધી આર્થિક ભંડોળ ભેગું કરી જરૂરિયાતમંદોને મદદ કરી

શાળાનું કોરોનાકાળમાં અભિયાન

  1. શાળાએ કાન્સીલિંગ કેન્દ્ર બની બાળકો, વાલીઓ અને સમાજ માટે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા
  2. બાળકોને શૈક્ષણિક મૂંઝવણ ના રહે તે માટે વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યા, જેમાં શૈક્ષણિક માહિતી ઉપરાંત કોરોનકાળ સંદર્ભે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવતું હતુ
  3. આરોગ્યલક્ષી સમસ્યાના સમાધાન માટે શિક્ષકો નિયમિત કાઉન્સેલિંગ કરતાં, જરૂર જણાય તો રૂબરૂ મુલાકાત યોજતા
  4. શાળાએ શિક્ષકો અને દાતાઓનો સહયોગ સાધી આર્થિક ભંડોળ ભેગું કરી જરૂરિયાતમંદોને મદદ કરી
  5. શિક્ષણ વિભાગ દ્વારા આપાયેલા સૂચનો મુજબ પરીક્ષા યોજી, નિયમિત બાળકોને મૂલ્યાંકન રિપોર્ટ મોકલવામાં આવતો
  6. શાળા દ્વારા જનજાગૃતિના વીડિયો બનાવી બાળકો, નાગરિકો સુધી પહોચાડવામાં આવ્યા

કોરોના કાળમાં શાળાએ શિક્ષક વોરિયર ટીમ બનાવી અભિયાન હાથ ધર્યું

શાળાએ આચાર્ય રોહિતભાઈ સુથારની અધ્યક્ષતામાં શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાથી શૈલેષભાઈ રાઠોડ, માધ્યમિક વિભાગથી અલ્પેશભાઇ પરમાર, પ્રાથમિક વિભાગમાથી હેમલભાઈ શાહે નેતૃત્વ કરી કોરોના વોરિયર્સ ટીમનું નેતૃત્વ કર્યું.તેમના દ્વારા શાળાના શિક્ષકોની ટિમ બનાવી વર્ષ દરમ્યાન સેવા યજ્ઞ યોજવામાં આવ્યો.

ગ્રુપમાં શૈક્ષણિક માહિતી ઉપરાંત કોરોનકાળ સંદર્ભે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવતુ હતું

આ પણ વાંચોઃ વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ

ટીમ દ્વારા જરૂરિયાતમંદ બાળકો શોધી કાઢી ફી, યુનિફોર્મ, રાશન કીટ, દાક્તરી માર્ગદર્શન, સહાય કરી આદર્યું

  • શિક્ષકો અને દાતાઓના સહયોગથી જીવનજરૂરી વસ્તુઓની કીટ બનાવી 350 જેટલા નાગરિકો સુધી પહોચાડી
  • બાળકોની ફી, નોટબુક, રાશન કીટ, માસ્ક વિતરણ, શાકભાજી સહિત 5 લાખથી વધુની મદદ વર્ષ દરમિયાન શાળાના બાળકો અને જરૂરિયાતમંદ પરિવારો પહોચાડી
  • કપરાકાળમાં રાજ્યપારિતોષિક વિજેતા શિક્ષક શૈલેષ રાઠોડ દ્વારા તેમને મળેલી ઇનામી રકમ તેમજ અન્ય આર્થિક સહાય વડે 1,20,000થી વધુની રકમ વડે ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને નિશુલ્ક શિક્ષણ અને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી
  • શાળાનાં 68 જેટલા માતપિતા ગુમાવી ચૂકેલા બાળકોની યાદી બનાવી તેમને 20,00/- જેટલી રકમની સહાય કરવામાં આવી
  • કોરોના કાળમાં સેવાકર્મી પૂનમ ભાવસાર, ક્ષમાબેન જોશી અને શૈલેશભાઈ રાઠોડ દ્વારા શાળાનાશિક્ષકોને સાથે રાખી “સેનેટરી પેડ કેન્દ્ર” ઊભું કરી વિવિધ વિસ્તારોમાં કોરોનાની સમજ, રસી અંગે જાગૃતિ અને સેનેટરી પેડના ઉપયોગની માહિતી આપવામાં આવી.
  • વિવિધ વિસ્તારોમાં યુવતીઓની ટીમ બનાવી તાલીમ આપવામાં આવી. હાલ,આદર્શ કેન્દ્ર ખાતેથી માત્ર 1 રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવે છે. જેનો લાભ 900થી વધુ બહેનો લઈ રહી છે.
  • શાળાનાં શિક્ષક હેમલ શાહ અને પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા મામલતદાર સાથે આયોજન હાથ ધરી લોકડાઉન દરમિયાન કર્ફ્યૂ પાસ મેળવી દાતાઓના સહયોગથી ટીમ બનાવી શાકભાજીની ખેતી કરતાં નાના કલોદરા, વાસણા, ઊંદેલ, વિરસદ, સાયમા, વાડોલા, આસોદર જેવા સ્થાનિક ગામોમાથી શાકભાજી, દૂધ, દહી, છાસ, બેકરી વસ્તુઓ ખરીદી લાવી મૂળ કિમત કરતાં ઓછી કિમતે, ટોકન ભાવે પહોચડવામાં આવ્યું.
  • શાળાના શિક્ષક શૈલેષભાઈ રાઠોડ અને શાળાના શિક્ષકો દ્વારા ઊભા કરવામાં આવેલ સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સામગ્રી નિશુલ્ક આપવામાં આવી.
  • બાળ સંસ્કાર કેન્દ્ર મારફતે બાળકોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા.
  • જરૂરિયાતમંદોને ડ્રીમ વર્લ્ડ ફાઉન્ડેશન મારફતે ઑક્સીજન મશીન, દર્દીઓ માટે વાહન સુવિધા, દાક્તરી માર્ગદર્શન, સારવાર સહાય, આર્યુવેદિક ઊકાળા વિતરણ સહિતની સેવાઓ આપવામાં આવી.
  • શિક્ષકો દ્વારા ધો.6થી 12ના બાળકો માટે વર્ષ 2020-21 દરમિયાન શૈક્ષણિક વીડિયો બનાવવામાં આવ્યા.
  • બાળકોના વર્ગ પ્રમાણે ગ્રૂપ બનાવી નિયમિત મોકલવામાં આવ્યા.
  • ઓનલાઈન તમામ કસોટીઓ લેવામાં આવી.
  • જે બાળકો પાસે મોબાઇલની સુવિધા નથી તેમને રૂબરૂ શૈક્ષણિક મટિરિયલ પહોચડવામાં આવ્યું.
  • યુ ટ્યુબ ચેનલ મારફતે નિયમિત બાળકોને કોરોના સંદર્ભે માહિતી અને શૈક્ષણિક માહિતી આપવામાં આવી
  • શાળાનાં વિધાર્થી સહાયક સમિતિના કન્વીનર અલ્પેશભાઇ પરમાર અને સહયોગી ટીમ દ્વારા 140થી વધુ વિધાર્થીઓને આર્થિક સહયોગ આપવામાં આવ્યું. દાતાઓ અને શિક્ષકોને સાથે રાખી બીજા 2 વર્ષ માટે 3 લાખ જેટલું આગોતરું આયોજન ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું.
    બાળકોને શૈક્ષણિક મૂંઝવણ ન રહે તે માટે વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યા

શાળાના શિક્ષકો છેલ્લા 22 વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે

આ અંગે કન્વીનર શિક્ષક અલ્પેશભાઇ પરમારે જણાવ્યુ હતું કે, શાળાના શિક્ષકો છેલ્લા 22 વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં બાળકો, દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે. દરેક શિક્ષકે 11 હજારનું પ્રારંભિક દાન આપી ફંડની સ્થાપના કરી. આજ સુંધીમાં 1200થી વધુ બાળકોને સહયોગી રાશિ આપી છે. શાળાએ અધવચ્ચેથી અભ્યાસ છોડતા બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

અમારી શાળા ક્યારેય અમને કોઈ જ વસ્તુથી વંચિત રાખતી નથીઃ વિદ્યાર્થી મુન્ફરીદ શેખ

આ અંગે ધો.12 અના વિધાર્થી મુન્ફરીદ શેખે જણાવ્યું હતું કે, સાચે જ શાળા અમારા માટે ઘર કરતાં પણ વિશેષ છે. અમારી શાળા ક્યારેય અમને કોઈ જ વસ્તુથી વંચિત રાખતી નથી. ફી, પુસ્તકો, નોટબુક, દફ્તર ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મેડિકલ સહાય પણ આપી છે. અમે વિધાર્થીઓ અને કેટલાક દ્તાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ, બુટ, નોટબુક સહિતની સુવિધા આપીએ છીએ.

શાળાએ કાન્સીલિંગ કેન્દ્ર બની બાળકો, વાલીઓ અને સમાજ માટે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા

રાજયપાલ એવોર્ડ વિજેતા શૈલેષભાઈ રાઠોડ

રાજયપાલ એવોર્ડ વિજેતા શૈલેષભાઈ રાઠોડે જણાવ્યુ હતું કે, છેવાડાના ગામોમાથી દીકરીઓ ભણવા આવે તે માટે ગ્રામજનો અને સરપંચનો સહકાર મેળવીએ છે. અધવચ્ચેથી શિક્ષણ કાર્ય છોડી દે તેવી 112 દીકરીઓને અમે ભણવીએ છે. અમે હોટેલ અને ચાની લારીઓ ઉપર કામ કરતા બાળકોની યાદી તૈયાર કરી શિક્ષકોને આપી છે અને આ બાળકોને ભણતા કરવા પણ અભિયાન શરુ કર્યું છે. જો કોઈ બાળક અધવચ્ચેથી અભ્યાસ છોડે તો અમે તેને અને તેના વાલીને સમજાવી શિક્ષણમાં પાછા જોડીએ છે.

અમે સેવાની સાથે ઉત્તમ શિક્ષણ આપીએ છીએઃ આચાર્ય રોહિતભાઇ સુથાર

આ અંગે આચાર્ય રોહિતભાઈ સુથારે જણાવ્યું હતું કે,અમે સેવાની સાથે ઉત્તમ શિક્ષણ આપીએ છીએ. છેવાડાના ખંભાતમાં અભાવગ્રસ્ત વિસ્તારમાથી ભલે બાળકો આવે છે પણ શાળા જિલ્લા અને રાજ્ય કક્ષાએ બોર્ડ પરિણામોમાં હંમેશા અવ્વલ રહી છે.

આ પણ વાંચોઃ વડોદરાના એક ગામમાં કોવિડ ભોજન સેવા બની છે મહિલાઓ માટે રોજગારીનો સ્ત્રોત

બોર્ડ ટોપ ટેનમાં સ્થાન ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શાળામાં સેવાઓ આપે છે

બોર્ડ ટોપ ટેનમાં સ્થાન ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શાળામાં સેવાઓ આપે છે. જરૂરિયાતમંદ બાળકોને તમામ સુવિધાની પ્રથા છેલ્લા 17 વર્ષથી ચાલે છે, જેમાં 18થી વધુ અકીક વ્યવસાયના, માછીમાર, હોટેલમાં કામ કરતા તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપ્યું છે. ચાલુ વર્ષે ભાલ પંથકના અંતિયાળ વિસ્તારમાંથી 64 જેટલી દીકરીઓને પ્રવેશ આપ્યો છે. શાળામાં 84 જેટલા માતાપિતા વિનાના બાળકોને તમામ સગવડ શાળામાંથી આપવામાં આવી છે.અમે આવા બાળકોને નિશુલ્ક શિક્ષણ આપીએ છીએ.જે માટે શિક્ષકો,વિધાર્થીઓ અને દાતાઓ ખભે ખભા મિલાવી કામ કરે છે.શિક્ષકો રૂબરૂ તેમજ સોસિયલ મીડિયાના મધ્યમથી છેવાડાના ગામો સુધી પહોચી બાળકોને શિક્ષણ માટે લાવે છે અને ઉત્તમ ઘડતર કરી શ્રેષ્ઠ પરિણામ લાવે છે.

શિક્ષકોની અનોખી ભૂમિકા

શાળાના શિક્ષકો માત્ર શાળામાં જ નહીં સમાજમાં પણ જોડાયેલા રહીને મહત્વની ભૂમિકા ભજવે છે. રાજયપાલ એવોર્ડની રકમના 51,000/-રૂપિયા ગરીબ બાળકોને શિક્ષણ આપતા જરૂરિયાતમંદ શિક્ષક અને બાળકો માટે શિક્ષક શૈલેષ રાઠોડે ખર્ચી નાખ્યા.આ ઉપરાંત પણ પગારમાથી સૃષ્ટિ જરૂરિયાતમંદ બાળકોની શાળામાં સહયોગી રાશિ આપે છે.જરૂરિયાતમંદ બાળકોને લોક ડાઉન સક્રિય રાખવામાં આવે છે તેમના પરિવારજનોને મદદરૂપ થવા અનાજની કીટ સહિતનું વિતરણ કરવામાં આવે છે. -રોહિતભાઈ સુથાર,આચાર્ય

અધ્યતન શિક્ષણ

શાળામાં અધ્યતન IT ક્લાસ ઉપરાંત તમામ પાયાગત સુવિધાઓ છે. તાલીમબદ્ધ શિક્ષકો શાળામાં મિત્ર ભાવે પ્રેમ પૂર્વક પરિવારિક શિક્ષણ આપે છે. બાળકોને ઇનોવેટિવ શિક્ષણ આપવામાં આવે છે. ધી કેમબે એજ્યુકેશન સોસાયટી ના સહયોગથી બાળકો સુધી તમામ સુવિધાઓ પહોચે છે. પ્રમુખ ચંદ્રકાંત ઝવેરીના માર્ગદર્શન હેઠળ શાળામાં 1500થી વધુ બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે. -શૈલેષ રાઠોડ,એવોર્ડ વિજેતા શિક્ષક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.