આણંદઃ શહેર આજે વિશ્વ સ્તરે ખ્યાતિ ધરાવતું શહેર બન્યું છે. આ શહેરની સ્થાપના મૂળ ગોસાઈ સમાજના સાધુઓ અને સાન્યાસી ઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવામળી રહ્યું છે, તેવામાં આણંદ શહેરમાં આવેલ શિવાલયો શહેર જેટલોજ જૂનો ઇતિહાસ ધરાવે છે.તેમાં પણ આણંદ શહેર માં આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખૂબ પૌરાણિક માનવામાં આવે છે. કહેવાય છે કે અહીંના મહંત આનન્દપુરી મહારાજના નામ પરથી આણંદ શહેરનું નામ પડ્યું હતું. મહંતોના મતે આનંદપુરી મહારાજ દ્વારા જાગનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને તેને આજે ઘણા વર્ષો વીતી ગયા સમય બદલાતા આજે આ મંદિર હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
સત્તા,વહીવટ અને મિલકતની ખેંચતાણનો ચાલતો વિવાદ
શહેરમાં આવેલ પ્રાચીન મંદિરમાં ટ્રસ્ટીઓ અને સાધુઓ વચ્ચે સત્તા,વહીવટ અને મિલકતની ખેંચતાણનો ચાલતો વિવાદ ચરણસીમા એ પહોંચ્યો છે. જેના પરિણામે આજે જાગનાથ મહાદેવને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. આ બને જૂથો વચ્ચે ચાલતો વિવાદ ટ્રસ્ટના આર્થિક હિસાબી ઘુચવાળાને કારણે છેલ્લા 3 લાઈટ બિલ ન ભરાતા અંતે GEB દ્વારા મંદિરના મીટરમાં વીજળીનું જોડાણ દૂર કરવામાં આવ્યું છે. સાથે જ ગેસનું પણ જોડાણને બિલ બાકી પડતા નાણાના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આજે મંદિર આશ્રમમાં રહેતા અને વિચરણ દરમ્યાન મંદિના આશરે આવેલ પ્રવાસી સાધુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું
મંદિરમાં આજે લાઈટ ગેસનું કનેકશન સીલ
સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જાગનાથ મંદિરના મહંત શુભમપુરી મહારાજે જણાવ્યું હતું,કે જાગનાથ મંદિર પૌરાણિક મંદિર છે જે સદીઓથી પંચાયતી અખાડાના સાધુ સંતો અને સંન્યાસીઓ દ્વારા આ મંદિરની સેવા પૂજા ઉત્સાવો અને મંદિરનું રોજિંદા વહીવટી કામગીરીઓ સાંભળવામાં આવતી આવી છે. મંદિરની સંપત્તિને ટ્રસ્ટીઓ દ્વારા સગેવગે કરવાના પ્રયત્નને અવરોધ બનતા આજે મંદિરને આર્થિક ભીડમાં મૂકીને મંદિરનું માસિક આર્થિક વહન ના થાય તે રીતની સ્થિતિ ઉભી કરીને તેના કારણે મંદિરમાં આજે લાઈટ ગેસનું કનેકશન સીલ થયું છે.
સાધુઓ આ મુદ્દે યોગ્ય ઘટતી કાર્યવાહી માગ
જાગનાથ મંદિરમાં લાઈટ અને ગેસનું કનેકશન કપાઈ જતા મંદિર સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. સાથે મંદિર આશ્રમમાં રહેતા સંન્યાસીઓ અને સાધુઓને લાઈટ અને ગેસ વગર પડતી દૈનિક સેવા અને કામગીરીની તકલીફને કારણે સમસ્ત સાધુ સમાજમાં એક દુઃખની લાગણી પ્રસરી જાવા પામી છે,જેને લઈ આજે મંદિર પરિષરમાં આસપાસના સાધુઓ એકત્ર થઈને આ મુદ્દે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા માટે ચર્ચા વિચારણા કરી હતી.