ETV Bharat / state

અમૂલ બ્રાન્ડની નકલ કરી ફેક વેબસાઈટ અને ફેક બેંક ખાતાં દ્વારા થતી છેતરપીંડી ઉપર નિયંત્રણ લાવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ - આણંદ ન્યૂઝ

માનનીય દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટીસ મુક્તા ગુપ્તાએ એક સિમાચિન્હરૂપ હુકમ આપ્યો છે કે, જેનાથી ‘અમૂલ’ બ્રાન્ડની નકલ કરીને ફેક વેબસાઈટસ મારફતે નોકરી/ફ્રેન્ચાઈઝી/ડીલરશિપ ઓફર કરીને ભોળી જનતા જેનો ભોગ બની નોંધપાત્ર પ્રમાણમાં નાણાં ગુમાવતી હતી તેવા ઓનલાઈન છેતરપીંડી ઉપર નિયંત્રણ આવશે.

Delhi High Court orders crackdown on fake websites and fake bank accounts by copying Amul brand
અમૂલ બ્રાન્ડની નકલ કરી ફેક વેબસાઈટ અને ફેક બેંક ખાતાં દ્વારા થતી છેતરપીંડી ઉપર નિયંત્રણ લાવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ
author img

By

Published : Aug 29, 2020, 9:09 PM IST

આણંદઃ દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટીસ મુક્તા ગુપ્તાએ એક સિમાચિન્હરૂપ હુકમ આપ્યો છે કે, જેનાથી ‘અમૂલ’ બ્રાન્ડની નકલ કરીને ફેક વેબસાઈટસ મારફતે નોકરી/ ફ્રેન્ચાઈઝી/ ડીલરશિપ ઓફર કરીને જનતા જેનો ભોગ બની નોંધપાત્ર પ્રમાણમાં નાણાં ગુમાવતી હતી તેવા ઓનલાઈન છેતરપીંડી ઉપર નિયંત્રણ આવશે.

Delhi High Court orders crackdown on fake websites and fake bank accounts by copying Amul brand
અમૂલ બ્રાન્ડની નકલ કરી ફેક વેબસાઈટ અને ફેક બેંક ખાતાં દ્વારા થતી છેતરપીંડી ઉપર નિયંત્રણ લાવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ
કોર્ટે ‘અમૂલ’ના ટ્રેડમાર્ક અધિકારનો ભંગ કરવાની સાથે જનતાનાં હિતોને નુકસાન કરી છેતરપીંડી કરતી પ્રવૃત્તિઓનો અંત લાવવા ટેલિકોમ વિભાગ, માહિતી ટેકનોલોજી વિભાગ અને નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયાને આવી ખોટી ઈન્ટરનેટ વેબસાઈટનો એક્સેસ બ્લોક કરવા જણાવ્યું છે.દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અને ઘેર ઘેર જાણીતા નામ ‘અમૂલ’ને મોટી રાહત આપતાં અદાલતે ગો ડેડી, નેમચીપ, ફ્રીડમ, બીગરોક જેવા ડોમેઈન રજીસ્ટ્રાર કંપનીઓને આગળ કે પાછળ અમૂલનુ નામ જોડીને કોઈ પણ કોમ્બીનેશન વડે વેચાણ કરાતાં કે સેલ ડોમેઈન નામ ઓફર કરવા સામે નિયંત્રણ મૂકવા જણાવ્યું છે. અદાલતે એવું પણ અવલોકન કર્યુ છે કે, એક પ્રસિધ્ધ ટ્રેડમાર્ક હોવાને કારણે ‘અમૂલ’ આ પ્રકારની સુરક્ષાને પાત્ર છે. એવું કહેવામાં આવે છે કે, આ હુકમથી હવે મહદ્અંશે અમૂલને લગતી ફેક વેબસાઈટ ઉભી થવાનું અટકશે.

અમૂલ બ્રાન્ડની નકલ કરી ફેક વેબસાઈટ ઉપર નિયંત્રણ લાવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ
આ હુકમથી ‘અમૂલ’ને એક મોટી રાહત થઈ છે, કારણ કે સમગ્ર ભારતમાંથી નકલી અથવા તો ખોટી વેબસાઈટસ મારફતે ગેરકાયદે ‘અમૂલ’ની ડિલરશીપ, ડિસ્ટ્રીબ્યુટરશીપ અને નોકરીઓ વગેરે ઓફર કરીને રૂ. 25000 થી 10 લાખ સુધીની છેતરપીંડી કરવામાં આવી રહી હોવાની વિવિધ લોકોની ફરિયાદો અમૂલને મળતી હતી. આવી ફરિયાદો મળતાં અમૂલે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવાની સાથે સાથે ડોમેઈન નામોનું વેચાણ કરનાર ડોમેઈન રજીસ્ટ્રારને નોટિસ પણ ઈસ્યુ કરી હતી. આ બાબતને એડવોકેટ અભિષેક સિંઘ દ્વારા અમૂલ તરફથી પક્ષ રાખતા જણાવ્યું હતું કે, હકારાત્મક પ્રતિભાવ નહી મળતાં તથા કામચલાઉ ધોરણે સસ્પેન્ડ થયેલી વેબસાઈટસ ફરીથી બહાર આવીને કામે લાગી જતાં અળવીતરા લોકો ‘અમૂલ’ જેવી પ્રસિધ્ધ બ્રાન્ડ જેવાં ભળતાં નામ ધરાવતી ઠગ વેબસાઈટ ખરીદે છે. અને ડીલરશીપ, ડીસ્ટ્રીબ્યુટરશીપ કે નોકરીઓ વગેરે ઓફર કરીને છેતરપીંડી કરે છે, તેની અદાલતે ગંભીર નોંધ લીધી હતી. અદાલતે ગો ડેડીની એવી દલીલ ફગાવી દીધી હતી કે તેમને એવી કોઈ ટેકનોલોજીની જાણ નથી કે જેનાથી ખાત્રી આપી શકાય કે અમૂલ જેવું નામ ધરાવતી વેબસાઈટનુ વેચાણ કરી શકાય નહી. અદાલતે વધુમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંકના 16 ખાતા, (કે જેમાં ખાતા ખોલીને લોકોની સાથે છેતરપીંડી થયેલ છે.) તમામ ખાતાધારકોના નામ, તેમનાં સરનામાં, સંપર્કની વિગત તથા બેંકનાં સ્ટેટમેન્ટ સહિતની તમામ વિગતો રજૂ કરવા જણાવ્યું છે, તે વિગતો આપવા જણાવ્યું છે. કોવિડ-19 પ્રસરવાની સાથે છેલ્લા થોડાક મહિનાઓથી ઓનલાઈન છેતરપીંડીનુ પ્રમાણ અતિશય વધી રહ્યું છે, ત્યારે અદાલતનો આ હુકમ ‘અમૂલ’ તથા જાહેર જનતાને રાહત આપનારો બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.