- આણંદ જિલ્લામાં કોવિડ સંક્રમણમાં જોવા મળ્યો ઘટાડો
- બીજી લહેરમાં 1, 646 એ પહોંચેલો આંક આજે 18 પર પહોંચ્યો
- આરોગ્ય તંત્રએ સરકારી બેડમાં કર્યો ઘટાડો
આણંદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરેમાં મે માસના અંતમાં કોરોના સંક્રમણની ગતિ ધીરી પડતી માલૂમ પડી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે જૂન મહિનામાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો.
અણંદ અત્યાર સુધી કુલ કોરોના અબડેટ
આણંદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 9,577 જેટલા દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. જેમાંથી 95,0011 જેટલા દર્દીઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ બન્યા છે. જ્યારે 48 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યું થયા છે. સરકારી આંકડાઓ મુજબ હાલ જિલ્લામાં 18 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જે જિલ્લામાં કુલ કોરોના બેડની તુલનામાં 0.93 ટકા જેટલા છે. કોરોનાની બીજી લહેરમાં 9/5ના રોજ જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધુ 1,646 જેટલા દર્દીઓ એક્ટિવ કોરોના પેશન્ટ તરીકે સારવાર હેઠળ હતા. જેમાંથી 1,372 જેટલા દર્દીઓ આણંદ જિલ્લાના અને અન્ય દર્દીઓ બીજા જિલ્લામાંથી આણંદમાં સારવાર હેઠળ દાખલ થયેલા હતા.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 135 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ
કોરોનાની બીજી લહેરમાં તંત્રની તૈૈયારી
કોરોનાની બીજી લહેરમાં તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 2,367 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાંથી 1,301 બેડ સરકારી કોટાના હતા. જેમાં 103 વેન્ટિલેટર બેડ, 368 icu બેડ, 662 ઓક્સિજન બેડ અને 168 વૉર્ડના બેડ હતા. જ્યારે 1,066 બેડની paid કોટા જેમાં 91 વેન્ટિલેટર બેડ, 181 icu બેડ, 452 ઓક્સિજન બેડ, અને 342 વોર્ડ ના બેડને પરવાનગી ખાનગી હોસ્પિટલને આપવામાંઆવી હતી, જિલ્લામાં સરકારી અને ખાનગી મળી કુલ 38 જેટલી હોસ્પિટલમાં 2,367 બેડની સુવિધા તંત્ર દ્વારા કોરોના દર્દીઓ માટે કાર્યરત કરવામાં આવી હતી. જે પ્રમાણે જૂન માસની શરૂઆતથી કોરોનાની બીજી લહેર ધીરી પડી હતી, ત્યારે તંત્ર દ્વારા જિલ્લામાં બેડમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલ આણંદ જિલ્લામાં કુલ 1,451 બેડ એક્ટિવ કોરોના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે. જેમાં 897 ખાનગી અને 554 સરકારી બેડ ની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં 24 જૂનની સ્થિતિએ 18 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજની સ્થિતિએ જિલ્લામાં 65 વેન્ટિલેટર બેડ, 98 icu બેડ, 223 ઓક્સિજન બેડ, અને 168 વોર્ડ બેડ જિલ્લામાં કોવિડ દર્દીઓ માટે ઉપલબ્ધ રાખ્યા છે. જેનાથી માત્ર 0.93 ટકા બેડ ભરેલા છે.
કોરોના મહામારી શરૂઆતથી કેટલા દર્દીના થયા મૃત્યું
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 48 દર્દીઓએ કોરોના સંક્રમણ ના કારણે જીવ ગુમાવ્યા હોવાનો આકડો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે,જેમાં માર્ચ 2020 થી એપ્રિલ 2021 સુધી માં જિલ્લામાં કુલ 17 દર્દીઓ એ જીવન ગુમાવ્યા હતા જ્યારે એપ્રિલ માસ બાદ શરૂ થયેલી બીજી લહેર માં, જિલ્લા માં પહેલી એપ્રિલ થી 24 જૂન સુધીમાં,31 જેટલા નાગરિકો એ જીવ ગુમાવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 138 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ
કેટલા લોકો બન્યા સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં માર્ચ 2021 માં જિલ્લામાં કુલ 415 સંક્રમીત દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં એક પણ દર્દીનું મોત થયું ન હતું, જ્યારે એપ્રિલમાં 1,857 દર્દીઓ સંક્રમણનો ભોગ બન્યાં હતા. જેમાંથી 8 દર્દીઓ એ કોરોના ના કારણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે મેં 2021 માં સૌથી વધારે 4387 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જેમાં કુલ 21 દર્દીઓએ જીવ ગુંમાવ્યો હતો, જૂન માસના 24 દિવસોમાં માત્ર 264 દર્દીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. જે મેં માસમાં એક દિવસમાં સામે આવતા સંક્રમણની સરખામણીએ છે. જેમાંથી 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કોરોના કાળ દરમિયાન અત્યાર સુધી 16 મેં 2021 ના દિવસે જિલ્લામાં સૌથી વધારે 1372 દર્દીઓ સારવાર હેઠળ હતા, જ્યારે તેમાં અંદાજીત 39 દિવસમાં તે આંકડો ઘટીને આજે ફક્ત 18 દર્દીઓ કોરોના સંક્રમિત સારવાર મેળવી રહ્યા છે. જેમાં કૃષ્ણ હોસ્પિટલમાં 8 દર્દીઓ, અપરા હોસ્પિટલમાં 4 દર્દીઓ, સિવિલ હોસ્પિટલ આણંદમાં 1 દર્દી, સિવિલ હોસ્પિટલ પેટલાદ( ss હોસ્પિટલમાં) 2 દર્દી,જ્યારે 5 જેટલા દર્દીઓ ઘરે આયસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Navsari Corona Update : નવસારીમાં મંગળવારના રોજ એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોના થયો કોરોના ટેસ્ટ
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,79,546 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,69,969 લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે, ફક્ત એપ્રિલ અને મેં માસમાં તંત્ર દ્વારા 1,13,434 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં 984 RT-Pcr ટેસ્ટ પ્રતિ અઠવાડિયાની એવરેજથી ટેસ્ટ કારવામાં આવી રહ્યા છે, જિલ્લામાં કુલ 9,577 દર્દીઓ સરકારી ચપોડે પોઝિટિવ સામે આવ્યા હતા. જેમાંથી 48 દર્દીઓ એ પોતાનો જીવ મહામારી માં ગુમાવ્યો છે. જ્યારે 9,511 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા હોવાની સરકારી ચોપડે નોંધાયેલા છે. હાલ જિલ્લામાં કુલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 8 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. 6 દર્દીઓ ઓક્સિજન બેડ હેઠળ 2 દર્દીઓ ICUમાં અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે.
આણંદ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાવામાં કરવામાં આવ્યો હતો વાધારો
આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ 38 જેટલી હોસ્પિટલમાં 2,368 બેડ સાથે કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. જેમાં અત્યારે સંક્રમણ ઘટતા 1,451 જેટલા બેડની સુવિધા કાર્યરત રાખવામાં આવી છે, કરમસદ મેડિકલમાં 102 બેડ, પેટલાદ સિવિલમાં 75 બેડ, આણંદ સિવિલમાં 50 બેડ, વાસદ CHCમાં 40 બેડ, સાથે CCC માં 120 બેડની સુવિધા સરકારી કોટામાં જ્યારે 897 જેટલા ખાનગી બેડને કાર્યરત રાખમાં આવ્યા છે, જિલ્લામાં બોરસદ અંજલિ હોસ્પિટલમાંથી 50 બેડ, કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાંથી 412 બેડ, એમરી હોસ્પિટલમાંથી 49 બેડ જ્યારે ચારુસેટ ચાંગના 103 બેડનો ઘટાડો કરીને જિલ્લામાં આરોગ્ય વિભાગએ સરકારને પડતું નકામું ભારણ ઘટાળ્યું છે, સાથે તારાપુર ખંભાત અને વાસદ ખાતેના ક્રમશઃ 42,17 અને 69 બેડને પણ ઓછા કરવા સાથે આરોગ્ય વિભાગ વિચારણા કરી રહ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, આણંદ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓના વધારા સાથે જરૂરી સુવિધાઓમાં પણ વધારો કરવા માટેના આયોજનો શરૂ કરી સરકારમાં રજૂઆત કારવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં મહત્તમ 229 કેસ સામે આવ્યા હતા. જેમાં 400 કેસ પ્રતિ દિન સુધી પહોંચી વળવા માટેની તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
કોરોનાને પહોંચી વડવા માટે કરવામાં આવી હતી તૈયારીઓ
- ટેસ્ટિંગ RT-PCR દૈનિક 1,446 થતા હતા જે વધારીને 3000 સુધી દૈનિક ક્ષમતા વધારશે
- જિલ્લામાં ઓક્સિજનનો વપરાશ 27.5 મેટ્રિક ટન દૈનિક હતો જે વધારીને 50 મેટ્રીક ટન સુધી પહોંચી વળવા સુધી લઈ જવાશે
- જિલ્લામાં નવા 12 વેન્ટિલેટર 20 ICU બેડ અને 200 ઓક્સિજન બેડ સરકારી હોસ્પિટલમાં વધારવા માટેનું આયોજન
- એમ પેનલ થકી 50 વેન્ટિલેટર, 86 ઓક્સિજન બેડ, 50 ICU બેડ માટેની તૈયારી
- જિલ્લામાં કુલ 743 ICU બેડ હતા. જે 1025 સુધી વધારવાનું આયોજન...
- કુલ 1114 ઓક્સિજન બેડ ની સુવિધા ને 1700 બેડ સુધી લઈ જવાની તૈયારી...
- આરોગ્ય કર્મચારીઓમાં પણ વધારો કરવાનું આયોજન..
- સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાલ જિલ્લામાં એક પણ નથી જે 12 જેટલા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની નિમણૂક કરવા દરખાસ્ત...
- નવા આવેલા ડૉક્ટરમાંથી 3 ને મેડિકલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા વધુ 33 મળી કુલ 36 મેડિકલ ઓફિસર કરવા દરખાસ્ત.
- 38 નર્સ કોવિડ દરમિયાન ભરતી કરી હતી. જે 144 નર્સ માટે કરવામાં આવી દરખાસ્ત
- મેડિકલ ટ્રાન્સપોર્ટ સાધાનોની સુવિધામાં વધારો કરવા માટે પણ આયોજન
- જિલ્લામાં કુલ 40 ધન્વંતરી રથ છે. જેમાં 20 રથ વધારી 70 કરવા દરખાસ્ત કરવામાં આવી છે
- સરકારી કોટાની હાલ જિલ્લામાં 72 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં 28 નો વધારો કરી 100 એમ્બ્યુલન્સ સેવામાં લાવવા દરખાસ્ત કારવામાં આવી
- મોરચ્યુંરી વેન 7 હતી જેમાં 5 વધારી 12 કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.