ETV Bharat / state

દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે

દાંડી યાત્રાનો આજે ગુરુવારે સાતમો દિવસ છે. ત્યારે આણંદ શહેરની ડી.એન. હાઇસ્કુલમાં એક દિવસના વિરામ બાદ 81 દાંડી યાત્રિકો આજે તારિખ 18 ના રોજ આણંદની ડી. એન. હાઈસ્કૂલ ખાતેથી નાપા ગામ જવા માટે રવાના થયા હતા. દાંડી યાત્રીકો આણંદથી 16 કિલોમીટરનો પ્રવાસ કરી રાત્રી રોકાણ બોરસદ સૂર્ય મંદિર ખાતે કરશે.

દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
author img

By

Published : Mar 18, 2021, 10:02 PM IST

  • દાંડી યાત્રાનો સાતમો દિવસ
  • નાપાથી આગળ વધી યાત્રા બોરસદ સૂર્ય મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે
  • 81 યાત્રીઓ સાથે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મેદની જોડાઈ

આણંદઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 12 માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયેલી દાંડી યાત્રા તારિખ 16ના રોજ પાંચમા દિવસે આણંદ જિલ્લામાં પ્રવેશ કરીને આણંદ ખાતેની ડી. એન. હાઈસ્કૂલમાં રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે ડી. એન. હાઈસ્કૂલ ખાતે રાત્રે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેનો યાત્રિકોએ મન ભરીને રસાસ્વાદ માન્યો હતો.

દાંડી યાત્રિકો
દાંડી યાત્રિકો

આ પણ વાંચોઃ અમદાવાદથી દાંડી યાત્રા શરૂ, 81 લોકો જોડાયા

ડી.એન.હાઈસ્કૂલમાં વિશ્રામ કર્યો

ગાંધીજીએ દાંડી યાત્રાના છઠ્ઠા દિવસે ડી. એન હાઈસ્કૂલ ખાતે પહોંચી યાત્રિકો સાથે રોકાણ કર્યું હતું. તે જ પ્રમાણે 91 વર્ષ બાદ 81 પદયાત્રીઓ સાથે નીકળેલી દાંડી યાત્રા ના યાત્રીઓએ પણ આણંદની ડી.એન.હાઈસ્કૂલમાં વિશ્રામ કર્યો હતો.

દાંડી યાત્રિકો
દાંડી યાત્રિકો

સૂર્ય મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે

દાંડી યાત્રા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આજે ગુરુવારે તારિખ 18 ના રોજ સવારે 7 કલાકે પ્રાંત અધિકારીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ડી .એન હાઈસ્કૂલ ખાતે થી નીકળી નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે. જ્યાં સૂર્ય મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.