ETV Bharat / state

ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી

ખંભાતના સંવેદનશીલ વિસ્તાર શક્કરપુરામાં રવિવારના રોજ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા (Khambhat Ram Navami Procession) પર પથ્થરમારો થતાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કેટલાક તોફાની તત્વોએ તેમનો ઇરાદો પાર પાડ્યો હતો. જોકે, આ ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યાં હતાં, પરંતુ તે પહેલા બન્ને પક્ષોના જુથ આમને-સામને આવી ગયાં હતાં અને ભારે પથ્થરમારો અને આગચંપી કરતાં તંગદીલી ફેલાઇ ગઇ હતી.

ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી
ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી
author img

By

Published : Apr 10, 2022, 8:19 PM IST

આણંદ: ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા (Khambhat Ram Navami Procession)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાંથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જો કે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી મસ્જીદ પાસે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.

ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી

પરિસ્થિતિ કાબુમાં લેવા કાર્યવાહી: આ સમયે હાજર પોલીસની ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીશ કરી હતી, પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો (Khambhat group pelted) શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

દુકાનો પણ સળગાવી દેવાય: જોકે, પોલીસ પહોચે તે પહેલા પથ્થરમારો કરવા ઉપરાંત આઠ જેટલી દુકાનો પણ સળગાવી દેવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાના પગલે પંથકમાં ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા (Anand superintendent of police) અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પેટ્રોલીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: રામનવમી નિમિત્તે રથયાત્રા દરમિયાન હિંમતનગરમાં બે જુથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો, દુકાનોમાં આગ ચાપી

ડીજે પર પથ્થરમારો: આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણે જણાવ્યું હતું કે, ખંભાતમાં પથ્થરમારાનો મેસેજ મળતાં જ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના પગલે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. શોભાયાત્રા દરમિયાન ડીજે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ બંદોબસ્ત પુરતો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.

આ પણ વાંચો: અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન

અઢી વર્ષ પહેલાની ધમાલની યાદ તાજી: ખંભાતમાં અઢી વર્ષ પહેલા પણ ઉત્તરાયણ દરમિયાન ધમાલ થઇ હતી. જેના એકાદ મહિના બાદ આ ધમાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી અને મામલો મુખ્યપ્રધાન તેમજ દિલ્હી સુધી પહોંચી ગયો હતો. જેમાં જે તે સમયના જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.