આણંદ: મળતી માહિતી મુજબ આણંદના નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઇએ 2007માં શેરબજારનું ટ્રેડીંગ કરવા માટે સિક્યુરિટી એજન્સીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતુ. દરમિયાન 2010-11માં આણંદ ખાતેની ઓફિસ બંધ થઈ જતાં કંપનીએ તેમની જાણ બહાર બોરસદ ખાતે તેમનું એકાઉન્ટ ટ્રાન્સફર કર્યું હતું. 2019ના માર્ચ મહિનામાં સુચિત નામના શખ્સે મહેન્દ્ર ભાઈને ફોન કરીને જણાવ્યું કે, તમારું એકાઉન્ટ બોરસદ શાખામાંથી મળ્યું છે અને હવે તમારે શેરબજાર સંબંધી જે પણ કામ હોય તો આ મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો રહેશે. મહેન્દ્રભાઈએ તે મોબાઈલ નંબર પર સંપર્ક કરીને તેમની વિદ્યાનગરના નાના બજારમાં આવેલી ઓફિસે મળવા ગયા હતા. જ્યાં હાજર શખ્સે પોતાનું નામ સુચિત અને મહિલાએ મયુરીબેન જણાવ્યું હતુ.
કયારથી શરૂ કર્યું હતું દંપતિએ છેંતરપીંડીનું ફુલેકુ
માહિતી મુજબ આ બન્ને બંટી બબલી વર્ષ 2009થી આ રીતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. જેમના પર વર્ષ 2017માં વાડજ પોલિસ મથકમાં, વર્ષ 2018માં માણસા પોલીસ મથકે, વર્ષ 2020માં વિદ્યાનગર પોલીસ મથકે, વર્ષ 2020માં પેટલાદ રૂરલ પોલીસ મથકે આ દંપતિ વિરુદ્ધ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ધર્મજમાં નકલી બેન્ક ખોલનારા આ દંપતિને પેટલાદ પોલીસે ઝડપી પીડ્યું હતું.
દંપતીનો ગુનાહીત પ્રવૃતિનો ટ્રેક રેકોર્ડ
- આરોપી દંપતી છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ઓળખ બદલી નાગરિકોને છેતરવાની પ્રવૃત્તિ કરતા હતા
- અમદાવાદ, વાડજ, વિદ્યાનગર, માણસા, પેટલાદ વગેરે પોલીસ સ્ટેશનમા છેતરપિંડીના ગુનામાં ફરાર હતા અને સાત જેટલા અન્ય ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા હતા
- આ દંપતિ મૂળ અમદાવાદના નિર્ણય નગરના રહેવાસી હતા તથા ઊંઝાના શ્યામવિહાર ફ્લેટના પણ રહેઠાણના પુરાવા બનાવી લોકોને છેતરતા હતા
- આ ગુનાનો માસ્ટર માઈન્ડ અનેક ઓળખ બદલી ચૂકયો છે. જેમાં દક્ષ ઉર્ફે પિંન્કુ ઉર્ફે દર્શન પંચાલ, ઉર્ફે કનક શાહ, ઉર્ફે શ્રેયસ ઉપાધ્યાય વગેરે નામ ધારણ કરી તેની કહેવાતી પત્ની મયુરી પણ આ પ્રવૃત્તિઓમાં નવો વેશ ધારણ કરી તેની મદદ કરતી હતી.