- કોરોના રસીકરણ માટે આણંદ જિલ્લાનો સર્વે 100 ટકા પૂર્ણ
- 50 વર્ષથી ઉપરના 4 લાખ નાગરિકોને આપવામાં આવશે પ્રાથમિકતા
- 4000 જેટલા કોર્બેટ નાગરિકોને રસીકરણમાં પ્રાધાન્ય અપાશે
આણંદઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાનો નવ માસ જેટલો સમય વિતી ગયો છે. ત્યારે દિન-પ્રતિદિન દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ખૂબ જ તેજીથી વધી રહ્યો છે, ત્યારે દેશમાં હવે વહેલી તકે કોરોનાની રસીકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ખૂબ જ જોર શોરથી ચાલતી નજરે પડી રહી છે. સરકાર દ્વારા કોરોના માટેની વેક્સિનને સૌપ્રથમ અતિ જરૂરિયાતમંદ નાગરિકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેનો સરકારે સર્વે હાથ ધર્યો છે. જેની આણંદ જિલ્લાના સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે.
50 વર્ષ કરતાં વધારે ઉંમરના ચાર લાખ નાગરિકોને આપવામાં આવશે પ્રાથમિકતા: કલેકટર
જે અંગે જિલ્લા કલેકટર આર.જી ગોહિલે etv ભારત સાથે ખાસ વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ખુબજ ચેપી છે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. આવનારા સમયમાં કોરોના માટેની રસીકરણની કામગીરી પાટણ જિલ્લામાં 100 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 50 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા 4 લાખ જેટલા નાગરિકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોમઓરબીટ નાગરિકોનો પણ સર્વે કરવામાં આવ્યો છે. જે વ્યક્તિઓની સંખ્યા 4000 જેટલી થાયછે તેમને અને ફ્રન્ટલાઈન વર્કર જેવા કે, સરકારી અધિકારીઓ, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ જેવા નાગરિકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
રસીને લઈ અનેક સારી નરશી ચર્ચાઓ
કોરોનાની રસીને લઈ અનેક સારી નરશી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. તેવામાં આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણથી બચવા રસીએ આવશ્યક છે રસી માટે કોઈએ ખોટી ચર્ચાઓમાં ભરમાવું નહીં રસી સંપૂર્ણ સુરક્ષિત છે, કોરોના જેવી જીવલેણ મહામારીથી બચવા રસીએ યોગ્ય વિકલ્પ છે. આ રસી લેવાથી કોઈ નુકશાન થવાનું નથી અને આનાથીજ સંક્રમણના ખતરા સામે સુરક્ષિત રહી શકશે.
આણંદ જિલ્લામાં કોરોના દર્દીઓનો 95.3 % જેટલો રિકવરી રેટ
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 2210 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. જેમાંથી 2107 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા છે. જ્યારે 17 દર્દીઓએ આ મહામારીના સંક્રમણનો ભોગ બની મૃત્યુ પામ્યા છે. હાલ આણંદ જિલ્લામાં કુલ 86 એક્ટિવ દર્દીઓ સરકારી ચોપડે સારવાર મેળવી રહ્યા છે. જેમાંથી કૃષ્ણ મેડિકલમાં 22, અપરા હોસ્પિટલમાં 4, ટી-સકવેર હોસ્પિટલમાં 5,કાર્ડિયાક કેર સેન્ટરમાં 5 અને સમરસ હોસ્ટેલમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે સાથે જ હોમ આઇસોલેશનમાં 30 અંજલિ હોસ્પિટલમાં 2, આઇરીશ હોસ્પિટલમાં 1 અને યુનિટી હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આમ આણંદ જિલ્લામાં હાલની પરિસ્થિતિ મુજબ કુલ 823 બેડમાંથી 766 બેડ ખાલી છે.જે મુજબ આણંદ જિલ્લામાં 95.3 % જેટલો રિકવરી રેટ સાથે આણંદ જિલ્લો કોરોના સામે લડી રહ્યો છે.