ETV Bharat / state

આણંદમાં કમોસમી વરસાદમાં થયેલ ડાંગરના નુકશાનનો સર્વે હાથ ધરાયો - આણંદ

આણંદ: જિલ્લામાં એક લાખ બે હજાર હેકટરમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જૂન-જુલાઈ માસમાં ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં આવે છે સામાન્ય રીતે જેની કાપણી ઓક્ટોબર માસમાં કરવામાં આવતી હોય છે. દિવાળી બાદ આણંદ જિલ્લામાં પવન સાથે પડેલ અતિ ભારે કમોસમી વરસાદ ના કારણે જિલ્લામાં મુખ્ય પાક ગણાતી ડાંગરની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું. જેનો તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો.

આણંદ જિલ્લામાં કમોસમી વરસાદમાં થયેલ નુકશાનનો સર્વે હાથ ધરાયો
author img

By

Published : Nov 9, 2019, 2:15 AM IST

દિવાળી બાદ વાવાઝોડાના કારણે વાતાવરણમાં આવેલ બદલાવને કારણે ચરોતરમાં કમોસમી વરસાદ પડયો હતો. ભારે વરસાદ પડવાના કારણે ડાંગરના તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જેનો સર્વે આણંદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ખેતીને થયેલ નુકસાનનો તાગ મેળવવા તથા ખેડૂતોને નુકશાનીનું યોગ્ય વળતર મળી રહે તેવા પ્રયત્નો કરવા આવી રહ્યા છે.

હાલ 18000 હેકટર જમીનનો ડિજિટલ સર્વે કરવામાં આવી ચુક્યો છે. તંત્રનો અંદાજ છે કે, આશરે 33 ટકા ખેતીને વરસાદને કારણે નુકશાની પહોંચી છે. બાકી રહેતી જમીનોનો સર્વે ટુંક સમયમાં પૂર્ણ કરીને સરકારને ખેડૂતોને યોગ્ય વળતર આપવા રિપોર્ટ મોકલવામાં આવશે તેવી માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી સી.એન.પટેલ દ્વારા આપવામાં આવી છે.

આણંદમાં કમોસમી વરસાદમાં થયેલ ડાંગરના નુકશાનનો સર્વે હાથ ધરાયો

સી.એન.પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કમોસમી વરસાદને કારણે 356માંથી 342 જેટલા ગામમાં ડાંગરના તૈયાર પાકને 80 ટકા જેટલું નુકશાન પહોંચ્યું છે. સરકારી નિયમ પ્રમાણે 33 ટકા કરતા વધારે નુકશાન પહોંચલ ખેડુતોને વહેલી તકે સરકાર પાસેથી ગ્રાન્ટ મંગાવી સહાય પહોંચાડવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં 6000 ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જેમાંથી 3800 જેટલા ખેડૂતોએ નિયત સમયે પાક વીમો મેળવા અરજી કરી છે જે વીમા કંપનીઓને મોકલી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હજુ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં ખેતીને પહોંચેલ નુકશાનનો સર્વે હજુ સુધી થયો નથી. ત્યારે તંત્ર તરફથી સબ સલામતના કારવામાં આવતા દાવા અને થયેલ નુકશાનીના સર્વે તથા સરકાર તરફથી મળવાપાત્ર સહાય ક્યારે ખેડૂત સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Intro:દિવાળી બાદ આણંદ જિલ્લામાં પવન સાથે પડેલ અતિ ભારે કમોસમી વરસાદ ના કારણે જિલ્લામાં મુખ્ય પાક ગણાતી ડાંગર ની ખેતી ને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું જેનો તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો...

Body:આણંદ જિલ્લામાં એક લાખ બે હજાર હેકટર માં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે જૂન-જુલાઈ માસમાં ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં આવે છે સામાન્ય રીતે જેની કાપણી ઓક્ટોબર માસમાં કરવામાં આવતી હોય છે.

દિવાળી બાદ વાવાઝોડા ના કારણે વાતાવરણ માં આવેલ બદલાવ ના કારણે ચરોતર માં કમોસમી વરસાદ પડયો હતો ભારે વરસાદ પડવાના કારણે ડાંગર ના તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું જે નો સર્વે આણંદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ખેતી ને થયેલ નુકસાન નો તાગ મેળવા તથા ખેડૂતો ને નુકશાની નું યોગ્ય વળતર મળી રહે તેવા પ્રયત્નો કરવા આવી રહ્યા છે.

હાલ 18000 હેકટર જમીન નો ડિજિટલ સર્વે કરવામાં આવી ચુક્યો છે તંત્ર નો અંદાજ છે કે આશરે 33ટકા ખેતી ને વરસાદ ના કારણે નુકશાની પહોંચી છે.બાકી રહેતી જમીનો નો સર્વે ટુક સમય માં પૂર્ણ કરી ને સરકારને ખેડૂતો ને યોગ્ય વળતર આપવા રિપોર્ટ મોકલવામાં આવશે તેવી માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી સી એન પટેલ દ્વારા આપવામાં આવી છે

સિ એન પટેલે જણાવ્યું હતું કે અત્યારે કમોસમી વરસાદ ના કારણે 356 માંથી 342 જેટલા ગામ માં ડાંગર ના તૈયાર પાક ને 80ટકા જેટલું નુકશાન પહોંચવા પામ્યું છે,સરકારી નિયમ પ્રમાણે 33 ટકા કરતા વધારે નુકશાન પહોંચલ ખેડુતો ને વહેલી તકે સરકાર પાસે થી ગ્રાન્ટ મંગાવી સહાય પહોંચાડવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 6000 ખેડૂતોએ પાક વીમો લીધો હતો જેમાં થી 3800 જેટલા ખેડૂતો એ નિયત સમયે પાક વીમો મેળવા અરજી કરીછે જે વીમા કંપનીઓ ને મોકલી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હજુ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારો માં ખેતીને પહોંચેલ નુકશાન નો સર્વે હજુ સુધી થયો નથી ત્યારે તંત્ર તરફ થી સબ સલામત ના કારવામાંઆવતા દાવા અને થયેલ નુકશાની ના સર્વે તથા સરકાર તરફ થી માળવા પાત્ર સહાય ક્યારે ખેડૂત સુધી પહોંચે છે તે જોવું રહયું....

બાઈટ અતુલ પટેલ (ખેડૂત)

બાઈટ સિ એન પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.