નાગરિકતા સંયોજક સમિતિની આગેવાનીમાં હજારો આણંદવાસીઓએ એક સુર થઈને સરકારના CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.
![bjp organized rally to support caa nrc in annad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-caa-support-relly-7205242_24122019172958_2412f_01943_1042.jpg)
આણંદ જિલ્લાના અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના વડા સ્થાનિક આગેવાનો વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સમર્થકો આ રેલીમાં હાજર રહ્યા હતા. આણંદના બેઠક મંદિરથી શરૂ થયેલી આ રેલી ડી એન રોડ, ગામડી વડ, સ્ટેશન રોડ, સરકારી દવાખાનું, ગોદી, આણંદ શાકમાર્કેટ, અમુલ ડેરીથી લઈ ગણેશ ચોકડી પહોંચી હતી.
આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચી CAA અને NRCના સમર્થનમાં આણંદ જિલ્લાના કલેક્ટર આર. બી. ગોહિલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
![bjp organized rally to support caa nrc in annad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-caa-support-relly-7205242_24122019172958_2412f_01943_969.jpg)