- આવેદનપત્ર ફોજદારી શાખાના નાયબ ચીટનીશને આપવામાં આવ્યું
- આણંદ કલેક્ટર ઓફિસે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આપ્યું આવેદનપત્ર
- બંધારણીય અધિકાર મુજબ વેતન ચૂકવવામાં આવે તેવી માગ કરી
આ પણ વાંચોઃ મોરબીમાં આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર પાઠવાયું
આણંદઃ મોટી સંખ્યામાં ભેગા થયેલા આશા વર્કર બહેનો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરની કચેરી બહાર રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આશા વર્કર બહેનોએ આણંદ જિલ્લા કલેક્ટરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જિલ્લામાં કામ કરતી આશાવર્કર બહેનોને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર ફોજદારી શાખાના નાયબ ચીટનીશને આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
મહિલા શક્તિ સેના દ્વારા આશાવર્કરો તથા આશા ફેસિલિટેર બહેનોને...
આવેદનપત્રમાં આશાવર્કર બહેનોએ માગ કરી હતી કે અત્યારે સરકાર મહિલાઓની માનમાં મહિલા દિવસની ઉજવણી કરે છે અને બીજી તરફ મહિલાઓને જ નજીવું વેતન ચૂકવી શોષણ કરતી હોય, ત્યારે આ કામગીરીના વિરોધમાં મહિલા શક્તિ સેના દ્વારા આશાવર્કરો તથા આશા ફેસિલિટેર બહેનોને સમાન કામ સમાન વેતનના બંધારણીય અધિકાર મુજબ વેતન ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.