- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું મહિલા ખેડૂતે કર્યું સન્માન
- ઉમરેઠ તાલુકના ધોરી ગામની મહિલાનું કૃષિ બિલને સમર્થન
- પતિ CRPFમાં ફરજ બજાવે પત્ની કરે છે ખેતી
આણંદઃ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દ્વારા ખેડૂતો સરકારના કૃષિ સુધારણા બિલ 2020નો વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સંમેલન યોજી કૃષિ બિલ અંગે માર્ગદર્શન આપવા ખેડૂત સંમેલનનું આયોજન કરવામા આવી રહ્યું છે, જે અંતર્ગત શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જિલ્લાના કરમસદ ખાતે ખેડૂત સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં એક ખેડૂત મહિલા દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લાની મહિલા ખેડૂતે સરકારના બિલને આપ્યું સમર્થન
જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધોરી ગામના રહેવાસી પવીત્રા પરમાર દ્વારા સરકારના ખેડૂત કાયદાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરવામાં આવેલી યોજનાઓ માટે સરકારનો આભાર માન્યો હતો.
પતિ CRPFમાં ફરજ બજાવે પત્ની કરે છે ખેતી
પવીત્રા પરમારના પતિ છેલ્લા 24 વર્ષથી CRPFમાં ફરજ બજાવે છે. હાલ પુલવામામાં ફરજ બજાવી રહ્યા છે. પવીત્રા તેમના વતન ધોરીમાં ખેતી કરી પરિવારનું પાનલપોષણ કરી રહ્યા છે. પવીત્રાબેને ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો સરકારનો ખોટો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ વિરોધ કરવામા સમય બગડવા કરતા આ કૃષિ સુધારણા બિલ વિશે વિસ્તારમાં માહિતી મેળવી જોઈએ. સાથે જ જણાવ્યુ કે, કૃષિ બિલના વિરોધ કરવા કરતા ખેતી કરવામાં સમય આપવો જોઈએ.