ETV Bharat / state

આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ

સમગ્ર દેશમાં જ્યારે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે અલગ-અલગ શહેરમાં માસ્ક અને સેનિટાઇઝરને લઇને કડક પગલા લેવાઇ રહ્યા છે. રાત્રિ કરફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે. આ સાથે આણંદ જિલ્લામાં પણ ઓક્સિજની પુરી વ્યવસ્થા, શાકભાજી અને ફ્રુટ વેપારીઓ, રિક્ષાચાલકોને માસ્ક અને સેનિટાઇઝર બાબતો માટે કલેક્ટરે અપીલ કરી હતી.

આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ
આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ
author img

By

Published : Apr 7, 2021, 8:12 PM IST

  • ગતવર્ષની જેમ વધુ એક વખત સાવચેતી રાખવાની જરુર : કલેકટર
  • ઉંમરલાયક લોકોને ખાસ ઘરમાં રહેવા કરી અપીલ
  • પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર કટીબદ્ધ છે, જરુરી પગલા લેવાઇ રહ્યા છે
  • સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર ફરી શરુ કરાયુ
  • સમરસ હોસ્ટેલ ખાતે 250 બેડની સુવિધા ઉભી કરાશે
  • પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કોવિડ દર્દીઓને સારવાર માટે મંજુરી અપાશે

આણંદઃ જિલ્લામાં વધતા સંક્રમણને લઇને કલેક્ટરે જાહેર જનતાજોગ અપીલ કરી છે. જેમાં ગતવર્ષની જેમ વધુ એક વખત સાવચેતી રાખવાની જરુર હોવાની માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લામાં ઝડપથી ફેલાઇ રહેલાં કોરોનાથી બચવા વડીલો, ઉંમરલાયક લોકોને ખાસ ઘરમાં રહેવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.

આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ

આ પણ વાંચોઃ પાટણમાં કરફ્યૂનો ચુસ્ત અમલ કરવા શહેરીજનોને SPએ કરી અપીલ

માસ્ક અને સેનિટાઇઝનો ઉપયોગ કરવા અપીલ કરી હતી

આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર કટીબદ્ધ પરિસ્થિતિને નિયંત્રિત કરવા જરુરી દરેક પગલા લેવાઇ રહ્યા છે. જેવા કે, સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર ફરી શરુ કરવુ, સમરસ હોસ્ટેલ ખાતે 250 બેડની સુવિધા ઉભી કરાશે, મેડીકલ એસોસિએશન સાથે હેઠક કરી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કોવિડ દર્દીઓને સારવાર માટે મંજુરી અપાશે, વગેરેની જાણકારી આપી કલેકટર દ્વારા જિલ્લામાં ઓક્સિજની પુરી વ્યવસ્થા હોવાની જાણકારી આપી હતી. સુપર સ્પ્રેડેર બનતા શાકભાજી અને ફ્રુટ વેપારીઓ, રિક્ષાચાલકોને માસ્ક અને સેનિટાઇઝનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપિલ

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ

રાત્રિના 8થી સવારના 6 સુધી કરફ્યૂ જાહેર કરાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા હાલમાં જ હાઇકોર્ટે આપેલા નિર્દેશ બાદ લેવાયેલા નિર્ણયમાં આણંદ શહેરમાં પણ રાત્રિના 8થી સવારના 6 સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તે પહેલા જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે મીડિયા સમક્ષ આવી જિલ્લાના નાગરિકોને કોરોના પર નિયંત્રણ લાવવા તંત્રને સહકાર આપી મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.