આણંદઃ કલેકટરને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.આણંદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. તમામ આરોપીઓના જામીન માટે બચાવ પક્ષે 57 મિનિટ દલીલ કરી હતી, પરંતુ કોર્ટે આ દલીલને માન્ય ન રાખીને જામીન આપ્યા ન હતા. તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં ખેસેડવામાં આદેશ કર્યો. RAC કેતકી વ્યાસને જ્યુડીશિયલ કસ્ટડીમાં બિલોદરા જેલ ખસેડાયા. જે.ડી. પટેલ અને હરીશ ચાવડા ને આણંદ સબ જેલ ખસેડાયા.
48 કલાકના રીમાન્ડ પૂરાઃ આણંદ કલેકટર કચેરીના વીડિયોકાંડમાં કચેરીનાં ત્રણ સાથે એક ખાનગી માણસની સંડોવણી અંગે ATS દ્વારા આણંદ પોલિસમાં ફરીયાદ કરાઈ હતી.ત્યાર બાદ પોલીસે આણંદના તત્કાલીન એડીશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરફથી કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જયેશ ચૌધરી અને ખાનગી માણસ હરેશ ચાવડાના 48 કલાકના રીમાન્ડ મેળવ્યા હતા. જે આજે 11 કલાકે પૂરા થતાં પોલીસે આરોપીઓને આણંદ ની કોર્ટમાં રજૂ કર્યા હતા.
નામદાર કોર્ટે બચાવ પક્ષની લગભગ 1 કલાક દલીલો સાંભળી હતી, પરંતુ તે માન્ય રાખી નહતી અને જામીન અરજી નામંજૂર કરી હતી...સી.કે. પટેલ (વકીલ, બચાવ પક્ષ)
બચાવ પક્ષની દલીલો કામ ન આવીઃ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ એચ મુન્દ્રા સમક્ષ કેસની રજૂઆત થઈ હતી. જેમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરધર રિમાન્ડની માંગણી કરી નહતી.તેથી ત્રણેય આરોપીના વકીલો એ જામીન માટે અરજી મૂકી હતી. જામીન અરજી ઉપર સુનાવવની થઈ હતી. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એ એચ મુન્દ્રા એ આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. જેમાં RAC કેતકી વ્યાસને બિલોદરા જેલમાં તથા નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને કચેરીમાં ખાનગી માણસ તરીકે વહીવટ કરતા હરીશ ચાવડાને આણંદ સબ જેલ ખસેડાયા હતા.