આણંદ- આર્મ્સ એકટ હેઠળ બોરીયાવીમાં ગુનો (Arms Act Crime ) નોંધાયો હતો..જેમાં મળતી વિગત પ્રમાણે આણંદ તાલુકાના બોરીયાવી નજીકના રેલવે ગરનાળા પાસેથી એક સ્થાનિક યુવાનને પીસ્ટલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. યુવાન સામે આર્મ્સ એકટ મુજબ ગુનો (An offense reported in Boriyavi under the Arms Act Crime ) દાખલ કરીને વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાયાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ Crime Case in Surat : લીંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે ત્રણ પિસ્તોલ મંગાવનાર ઝડપાયો
કેવી રીતે પકડાયો- બોરીયાવીમાં રહેતો એક યુવાન દેશી બનાવટની પીસ્ટલ (Arms Act Crime ) લઇને બોરીયાવીના રેલવે ગરનાળા પાસે આવનાર હોવાની બાતમીના આધારે એસઓજી (Anand SOG) પીઆઇ પરમાર, પીએસઆઇ રાણા સહિતની ટીમ વોચમાં ગોઠવાઇ હતી. દરમ્યાન એક શંકાસ્પદ યુવાન ત્યાં આવતા તેને અટકાવીને અંગઝડતી કરવામાં આવી હતી.જેમાં યુવાનના કમરના ભાગેથી દેશી બનાવટની પીસ્ટલ અને ખિસ્સામાંથી 3 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા 21 વર્ષિય યુવકને ઝડપી પાડ્યો, 5 પિસ્તોલ અને 40 કારતૂસ કબ્જે
કોણે આપી પીસ્ટલ- મહત્વનું છે કે પોલીસની પૂછપરછમાં તે યુવાન બોરીયાવીના ઉમિયા ચોકમાં રહેતો ધવલ નગીનભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું. જો કે તેની પાસે પીસ્ટલ રાખવાના પરવાના અંગે માંગણી કરતા તે ન હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં પીસ્ટલ મધ્યપ્રદેશ ખાતે રહેતા તેના ભાઇએ મોકલાવી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે (Boriyavi Police) ધવલ પટેલ સામે આર્મ્સ એકટ મુજબ ગુનો (Arms Act Crime ) દાખલ કરીને વધુ તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.