- આણંદ નડિયાદ સિવિલમાં અમુલ ઓક્સિજન પ્લાન્ટ નાખશે
- વડાપ્રધાન અને રાજ્ય સરકારની ભાવનાને અમૂલનું સમર્થન
- સાંસદ મિતેશ ભાઈ પટેલ સાથે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
આણંદ : વિશ્વભરમાં શ્વેત ક્રાંતિમાં જેનુ નામ મોખરે છે અને છેલ્લા છ દાયકાઓથી પશુપાલન કરતા લાખો લોકોના સુખ દુખમાં હંમેશા ભાગીદાર રહેતી અમુલ ડેરી હવે કોરોના મહામારીમાં સંક્રમિત દર્દીઓ માટે આણંદ નડિયાદ સિવીલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ યુધ્ધના ધોરણે ઉભુ કરશે.
સરકાર દ્વારા કરવામાં આવી અપીલ
દેશમાં આવેલા મહાસંકટ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે દેશ ભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામિણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દેશમાં હાલ કોરોના સંક્રમણ વેળાએ હોસ્પિટલમાં ઓક્સિજનની પડી રહેલી અછત સામે દૂધ ઉત્પાદક સંઘ આગળ આવે અને લોકોને મદદ રૂપ થાય તેવી અપીલ કરવામાં આવી હતી. તે અનુંસધાનમાં શનિવારે આણંદ ખાતે અમૂલના સંચાલકઓ સાથે સાંસદ મિતેષ ભાઈ પટેલે એક બેઠક યોજી હતી અને અમૂલ દ્રારા આણંદની કિષ્ના હોસ્પીટલ અને નડિયાદ સિવીલ હોસ્પીટલ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનુ નક્કી કર્યું છે.
આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે અમુલ ડેરીનું ટર્નઓવર 7874 કરોડ સાથે 13% ની વૃદ્ધિ
અમુલ યુધ્ધના ધોરણે ઉભો કરશે ઓક્સિજન પ્લાન્ટ
છેલ્લા ઘણા દિવસોથી આણંદ અને ખેડામાં ઓક્સિજનની થોડી અછત હતી, તેવા સંજોગોમાં રાજય સરકાર દ્વારા નિર્યણ લેવામાં આવ્યો હતો કે કોઇ પણ સહકારી સંસ્થા પોતાના ફંડ ઓક્સિજન પ્લાટસ્ બનાવવા માં વાપરી શકશે. તેથી શનિવારે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઇ પરમાર, સાંસદ મિતેષભાઇ પટેલ, GCMMFના એમડી આર એસ સોઢી, ડિરેક્ટરો,અમુલના એમડી અમિત વ્યાસ, ક્રિષ્ના હોસ્પીટલના ડિરેકટરો સાથે નડિયાદ સિવીલના પ્રતિનીધીઓ સાથે એક મિટીંગમાં બન્ને જીલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.