ETV Bharat / state

પશુપાલકો માટે ખુશીના સમાચાર, 10 દિવસમાં અમૂલે ફરી વધાર્યા દૂધના ખરીદ ભાવ

આણંદ: શહેરમાં અમૂલ દ્વારા છેલ્લા 10 દિવસમાં દૂધની ખરીદ કિંમતમાં રૂપિયા 20નો ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગત 11મી મેએ રૂ.10નો વધારો કરવામાં આવ્યો હતો. આજે ફરીથી રૂપિયા દસનો વધારો કરીને રૂ. 650 પ્રતિ કિલો ફેટનો ભાવ પશુપાલકોને આપવામાં આવશે.

અમૂલે 10 દિવસમાં ફરી દૂધના ખરીદ ભાવ વધાર્યા
author img

By

Published : May 20, 2019, 10:18 PM IST

અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પશુપાલકોને ખુશીના સમાચાર આપવામાં આવ્યા હતા. ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં દૂધની આવકમાં ઘટાડો થાય છે. ત્યારે પશુ આહારમાં દિનપ્રતિદિન ખૂબ જ ભાવ વધારો આવતો હોવાના કારણે ફક્ત 10 દિવસના ટૂંકાગાળામાં દૂધની કિંમતમાં ફરીથી રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહશે. પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા લાખો પરિવારોને તેમને જીવાદોરી સમાન અમૂલ પર વિશ્વાસ બની રહે તે હેતુથી 10 દિવસના ટૂંકાગાળામાં ફરી ભાવ વધારો આપ્યો છે.

પશુપાલકો માટે ખુશીના સમાચાર, 10 દિવસમાં અમૂલે ફરી વધાર્યા દૂધના ખરીદ ભાવ

અમૂલ દ્વારા 21મી મેથી રૂ. 650 પ્રતિ કિલો ફેટના ભાવથી દૂધની ખરીદી કરવામાં આવશે. જે આ માસની શરૂઆતમાં રૂ. 630 પ્રતિ કિલોનો ભાવ હતો. જેમાં રૂ.20નો વધારો કરવામાં આવે છે અને રૂ.650ના ભાવથી હવે ખરીદી આગળ વધારવામાં આવશે.

Intro:પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આનંદના સમાચાર અમુલ દ્વારા છેલ્લા દસ દિવસમાં દૂધના ખરીદ કિંમતમાં રૂપિયા 20 નો ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે જેમાં ગત 11 તારીખે રૂપિયા ૧૦ નો વધારો કરવામાં આવ્યો હતો આજે ફરીથી રૂપિયા દસનો વધારો કરી રૂપિયા 650 પ્રતિ કિલો ફેટ નો ભાવ પશુપાલકોને આપવામાં આવશે

Body:અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરી પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા હતા ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં દૂધની આવકમાં ઘટાડો થાય છે તથા પશુ આહારમાં દિનપ્રતિદિન ખૂબ જ ભાવ વધારો આવતો હોવાના કારણે ફક્ત દસ દિવસના ટૂંકાગાળામાં દૂધની કિંમતમાં ફરીથી રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે જેથી પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તરફ પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા લાખો પરિવારોને તેમને જીવાદોરી સમાન અમુલ પર વિશ્વાસ બની રહે તે હેતુથી દસ દિવસના ટૂંકાગાળામાં ફરી ભાવ વધારો આપ્યો છે

Conclusion:આવતીકાલ તારીખ 21 5 2019 થી અમૂલ દ્વારા રૂપિયા 650 પ્રતિ કિલો ફેટ ના ભાવથી દૂધની ખરીદી કરવામાં આવશે જે આ માસની શરૂઆતમાં રૂપિયા 630 પ્રતિ કિલો નો ભાવ હતો જે માં રૂપિયા 20 નો વધારો કરવામાં આવે છે અને રૂપિયા 650 ના ભાવથી હવે ખરીદી આગળ વધારવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.