ભારત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગમાં અત્યાર સુધીની સરકારમાં ડેરી વિભાગ પણ સામેલ હતો, જેથી પશુપાલકોના જે મહત્વના પ્રશ્નો હોય તેની રજૂઆત કરવામાં સરકારી આગેવાનોને પૂરતો સમય મળતો ન હતો. જો કે બે દિવસ પહેલાં જ નવી બનેલી NDA સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડેરી મંત્રાલયને અલગ કરવામાં આવતા પશુપાલકો અને ડેરીને લગતા પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકાશે તથા દૂધ ઉત્પાદન મહત્વને ધ્યાનમાં રાખી આ પ્રકારના અલગ મંત્રાલય બનાવવાને કારણે યોગ્ય બજેટ અને સ્ત્રોત મળશે તેમ અમુલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફુડ એન્ડ માઉન્ટ ભૃસેલોસીસને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાળો જોવા મળેલ છે. જેમાં ફુડ એન્ડ માઉથ ને કારણે 80 થી 90 ટકાનો ઘટાડો અને brucellosisને કારણે 25 થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેનું સીધું નુકસાન દૂધ ઉત્પાદક ને જતું હોય છે. પરંતુ હવે અલગ મંત્રાલય બનવાના કારણે દૂધ ઉત્પાદનમાં તથા દૂધના ઘટાડાને રોકવા અને વધુ અને ગુણવત્તાસભર દૂધ ઉત્પન્ન કરવામાં સરળતા મળશે અને તેનો સીધો ફાયદો દૂધ ઉત્પાદકોને થશે તેવી આશાવાદ રામસિંહ પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.