આણંદ : નગરપાલિકામાં ભાજપની સીટ પરથી વર્ષ 2000 માં વોર્ડ 13 માં જીતેલા નરેન્દ્રભાઈ પટેલ શહેરમાં ઘણી સેવાઓ આપી ચૂક્યા છે. તેમના પત્નિ નીલાબેન પણ આણંદ નગરપાલિકામાં બે વાર કાઈન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા, અને ઘણી સમિતિમાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા હતા. પરંતુ છેલ્લા 7 વર્ષથી વતનમાં પેટ્રોલપંપનો વ્યવસાય ચાલુ કર્યો હોવાથી વતનમાંજ રહેતા હતા.
શુક્રવારે સવારે 5 વાગે નરેન્દ્રભાઈ પોતાના પિતરાઈ ભાઈ સાથે પેટ્રોલપંપ પર ગયા હતા, અને રોજિંદા કામકાજ કરી પંપ બહાર પાણી છાંટી રહ્યાં હતા. ત્યારે કપડવંજ મોડાસા હાઇવે પર બેફામ ઝડપે આવી રહેલ ટ્રક ડ્રાઇવરને સવારમાં સમયે ઝોકું આવી જતા તે ટ્રક રોડની સાઈડમાં ઉતરીને પેટ્રોલપંપ બહાર પાણી છાટતા નરેન્દ્રભાઈને અડફેટે લીધા હતા, અને ત્યારે પંપમાં હાજર પિતરાઈ ભાઈ અને અન્ય માણસો દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે તેમના પિતરાઈ ભાઈએ ફરિયાદ આપી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી આણંદ નગરપાલિકા અને વૉડ નંબર 13 ના રહીશોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. નરેન્દ્રભાઈ દ્વારા ભાજપમાંથી ચુંટાઈને નગરપાલિકામાં આપેલી ઉત્કૃષ્ઠ સેવાઓને આજે પણ વિસ્તારના લોકો યાદ કરી રહ્યાં છે. ત્યારે આકસ્મિક બનેલી આ ઘટનામાં નરેન્દ્રભાઈના દુઃખદ અવસાનથી સ્થાનિકો ઘેરા શોકમાં સરી પડ્યા હતા.
આણંદના પૂર્વ કાઉન્સિલરનું માર્ગ અકસ્માતમાં મોત - આણંદ નગરપાલિકા
આણંદ નગરપાલિકામાં ભાજપની સીટ પરથી વર્ષ 2000માં વોર્ડ નંબર 13માં કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા મૂળ કપડવંજના સોનિપુરના વતની નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી વતનમાં રહેતા હતા. જ્યાં પેટ્રોલપંપનો વ્યવસાય ચાલુ કર્યો હતો. જ્યાં તેમનું આકસ્મિક મોત થયું છે.