ETV Bharat / state

ખંભાતની એક અનોખી શાળાઃ બાળ અદાલતમાં નેતાઓ પણ થાય છે હાજર - addiction

કોરોનાકાળ(Corona)માં ગ્રામ્ય વિસ્તાર માટે બાળ અદાલતે નિર્ણય કર્યો કે, ખંભાત(Khambhat)ના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આયોજનબદ્ધ કાર્ય કરવા જરૂરી છે. ધારાસભ્યએ બાળ અદાલત(children’s court)માં બાળકોની વાતને સાંભળી શાળાના શિક્ષકોના આયોજનમાં સાથ આપ્યો અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થયો.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા
author img

By

Published : Jul 12, 2021, 10:25 AM IST

  • ખંભાતની શાળામાં ચાલતી બાળ અદાલતમાં નેતાઓ પણ હાજર થાય છે.
  • શાળાના બાળકોની આદલતના ફરમાન પર ગામોમાં પાણીની કરાઇ વ્યવસ્થા
  • રસ્તાની સુવિધા સાથે બસની વ્યવસ્થા પણ થઇ ઉભી

ખંભાતઃ કોરોનાકાળ(Corona)માં ગ્રામ્યવિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો વધી જતાં શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બન્યો હતો. જો કે, બાળ અદાલતના આયોજન પછી સર્વેની કામગીરી બાદ ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવતાં જ ધારાસભ્ય મયુર રાવલ અને સ્થાનિક શિક્ષકોની ટિમ દ્વારા ગ્રામ્ય સંપર્ક અને વળી મિટિંગ બાદ શિક્ષણ જન જાગૃતિ અભિયાન ચલાવાતા ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. આ અભિયાનમાં 123થી વધુ ડ્રોપ બાળકોને વિવધ શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. વ્યસન અને બાળ મજૂરીના રવાડે ચડેલા બાળકોને શિક્ષણ તરફ પાછા વાળવામાં આવ્યા છે.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

આ પણ વાંચોઃ રાજકોટના જાહેર માર્ગ પર ચાલતી અનોખી શાળા

બાળકોને સરકારની કોઈ જ સહાય વિના તમામ સુવિધાઓ આપવામાં આવે છે

ધારાસભ્ય મયુર રાવલે જણાવ્યુ હતું કે, ખંભાત(Khambhat)ની માધવલાલ શાહ હાઇસ્કૂલના શિક્ષકો ઇનોવેટિવ છે. હું શાળામાં નિયમિત મુલાકાત લઈ બાળકોની અદાલતમાં હાજર થઈ તેમના પ્રશ્નો સાંભળી ઉપયોગી થવ છું. બાળકો અને શિક્ષકોના આયોજન મુજબ દાતાઓ દાન અને સ્વભંડોળથી અભ્યાસ છોડી દેનાર બાળકોને શૈક્ષણિક કીટ, ફી, યુનિફોર્મ સહિતની સુવિધાઓ ઉપરાંત સ્થાનિક કક્ષાએ કોરોના કાળમાં જુથ બનાવી શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં બાળકોને સરકારની કોઈ જ સહાય વિના તમામ સુવિધાઓ આપવામાં આવે છે.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

બાળ સુવિધા અભિયાન ચલાવવામાં આવે છે

હાલમાં સલાટવાડમાં શનિ-રવિ ડ્રોપ આઉટ બાળકોના પાયાના ઘડતર માટે "સૃષ્ટિ શાળાની" શરૂઆત કરી છે. શૈલેષ રાઠોડના માર્ગદર્શન હેઠળ હેમલ શાહ, જિગ્નેશ પંડ્યા, મનીષ રબારી, જિગર પટેલની ટિમ દ્વારા સર્વે અને બાળ સુવિધા અભિયાન ચલાવવામાં આવે છે.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

શિક્ષકો ડ્રોપ આુટ રેશિયો અને વિદ્યાર્થીઓની સમસ્યાનો કરે છે સર્વે

આ અંગે માહિતી આપતા માધવલાલ શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રોહિતભાઈ સુથારે જણાવ્યુ હતું કે, શાળામાં બાળ આદલત ચાલે છે. જેમાં પાલિકા પ્રમુખ, ધારાસભ્ય સરપંચ સહિતના નેતાઓ, અધિકારીઓ આવે છે. જે બાળકોની અને ગામની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરે છે. જે અંતર્ગત નક્કી થયા મુજબ, અમારા શિક્ષકો દર વર્ષે નિયમિત ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો અને વિધાર્થીઓની સમસ્યા માટે સર્વે કરે છે. જેમાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં બાળકોમાં ડ્રોપ આઉટ રેશિયો જોવા મળ્યો.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

બાળકોએ અભ્યાસ શા માટે છોડયો તેની માહિતી એકઠી કરાઇ

જેમાં અધુરું શિક્ષણ કાર્ય છોડી દેનારા બાળકોની યાદી બનાવી ધારાસભ્ય મયુરભાઈ રાવલ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ અભ્યાસ શા માટે છોડયો તેની માહિતી એકઠી કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરી, તમામ બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવા આયોજન હાથ ધર્યું હતું. ધારાસભ્ય નિયમિત આ વિસ્તારના બાળકોની મુલાકાત લઈ ખૂટતી સુવિધાઓ પૂરી પાડે છે. શાળાના ઇનોવેટિવ શિક્ષક શૈલેષ રાઠોડનો આ વિચાર સાચે જ સફળ થયો છે.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

100 ટકા ડ્રોપ આઉટ રેશિયો દૂર થયો

ખંભાત(Khambhat)ના સામાજિક કાર્યકર મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે, એકલા હાથે તાળી ન પડે. કેટલાક ગામોમાં બાળકો વ્યસનના રવાડે ચડી ગયા હતા. અહીં વાલીઓ અને બાળકોમાં મોટા પ્રમાણમાં વ્યસન જોવા મળ્યું. ધારાસભ્ય,સ્થાનિક વડીલોનો સાથે મેળવી આવા વિસ્તારોમાં મુલાકાત અને બેઠક ગોઠવી. પરિણામ સ્વરૂપ જાગૃતિ આવી હતી. 100 ટકા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મળી.

દેશભરમાં બાળ અદાલતનો કોન્સેપ્ટ જરૂરી

ખંભાત(Khambhat)ના ધારાસભ્ય મયુર રાવલે કહ્યું હતું કે, બાળ અદાલતનો કોન્સેપ્ટ દેશની તમામ સ્કૂલોમાં અમલમાં મુકવો જોઇએ. નેતાઓ શાળામાં આવશે અને સમસ્યાઓ સાંભળી સમાધાન કરશે તો બાળકો, યુવાનોની આશા જન્મશે. શહેર અને ગામડાની વાસ્તવિક સ્થિતિ નેતાઓ બાળકોના મુખે સાંભળી શકશે. બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને વિકાસ પણ થશે.

ખંભાતની એક અનોખી શાળા
ખંભાતની એક અનોખી શાળા

શિક્ષકોની પહેલ જોઈ અમે મુંબઈથી મુલાકાતે આવ્યા

મુંબઇના લાયન્સ ક્લબના પૂનમ ભાવસારે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના યુગમાં શિક્ષકો ગ્રામ્ય વિસ્તારના બાળકોના ગ્રૂપ બનાવી નિયમિત વીડિયો મોકલે છે. જાગૃતિ માટે મિટિંગ અને કાર્યશાળા યોજે છે. શિક્ષકોની આ ઉત્તમ કામગીરી જોઈ અમે મુબઇથી ખંભાત આવ્યા. અમે પણ આ ગામોની શિક્ષકો સાથે મુલાકાત કરી. ખરેખર બાળકો દયનીય સ્થિતમાં છે. શિક્ષકો તનતોડ મહેનત કરે છે. અમે પણ બાળકોની જરૂરિયાત પૂરી પાડવા આ શિક્ષણ યજ્ઞમાં જોડાયા છે. સમયાંતરે આ ગામો અને બાળકોની મુલાકાત લઈ ઉપયોગી બનીશું.

આ પણ વાંચોઃ રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે માતા-પિતા પણ કરે છે અભ્યાસ

અમારી સમસ્યાઓ સીધી પહોંચે છે

શાળામાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ક્રિષ્ના ત્રિવેદીએ કહ્યું હતું કે, ધારાસભ્ય અમારા તત્વજ્ઞાનના પ્રોગ્રામ બચ્ચો કી અદાલતમાં સીધા વર્ગખંડમાં આવવાથી અમે અમારી સમસ્યાઓ બસ, પાણી, રસ્તા વગેરેની રજૂઆત કરી શક્યા. અમે અમારા નેતાને ઓળખી શક્યા અને સમસ્યાઓથી વાકેફ કરી શકયા. ધારસભ્યએ અમને સુંદર માર્ગદર્શન પણ આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.