- પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીની શોકસભા બોરસદ ખાતે યોજાઈ
- બોરસદ સત્યાગ્રહ છાવણી ખાતે થયું આયોજન
- મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
આણંદઃ ગુજરાત રાજ્યની ચાર વખત મુખ્ય પ્રધાનપદની સુકાન સંભાળી ચૂકેલા માધવસિંહ સોલંકીનું બોરસદ ખાતે આવેલી સત્યાગ્રહ છાવણીએ શોક સભાનું આયોજન થયું હતું.
સ્વ. માધવસિંહ સોલંકીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
સ્વ. માધવસિંહ સોલંકીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકનો અને રાજકીય પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રદેશ નેતા અર્જુનસિંહ મોઢવાડીયા, જયરાજસિંહ પરમાર સહિત આણંદ જિલ્લામાંથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી.
શોકસભાનું આયોજન
ઉલ્લેખનીય છે કે, સ્વ. માધવસિંહ સોલંકીના પારિવારિક સાથે જ રાજકીય જીવનમાં બોરસદનો ખુબ મોટો ફાળો રહેલો છે, ત્યારે જે સ્થળે તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તેજ સ્થળે તેમની શોકસભાનું આયોજન કરવા આવ્યું હતું, આ એજ સ્થળ છે જે તેમના સસરા ઈશ્વર ચાવડા દ્વારા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા સ્થાપવામાં આવ્યું હતું, જે આઝાદી પૂર્વે સત્યાગ્રહના સ્વતંત્રતા સંગ્રમીઓ માટે આશ્રય સ્થાન હતું અને બાદમાં આઝાદી પછી છાત્રાલયમાં પરિવર્તયું હતું.