- આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વેક્સિનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી
- કર્મચારી અને તેમના પરિવારજનોને અપાઈ કોરોના રસી
- અંદાજીત 1 હજારથી વધુ લોકોને માટે વેક્સિનેશન ડ્રાઇવ
- કોરોનાથી યુનિવર્સિટીના ડો. હરેશ ધડુકનું થયુ હતુ અવસાન
આણંદ: કોરોના સામે સુરક્ષા પુરી પાડવામાં મદદ રૂપ તેવી કોરોના વેક્સિનનું વિશ્વમાં સહુથી મોટું કેમ્પઇન ભારત દેશમાં ચાલી રહ્યું છે, ગુજરાત રાજ્યમાં 50 લાખથી વધુ નાગરિકોએ કોરોના વેક્સિન લઈને સુરક્ષિત બન્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં પણ 2,39,538 લોકોએ વેક્સિન લીધી હોવાની માહિતી સરકારી ચોપડાઓમાં નોંધાઈ ચૂકી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં 45 વર્ષ અને તેથી ઉપરની વયના લોકો માટે રસીકરણ હાથ ધરાયું
આણંદમાં 400 ઉપરાંત દર્દીઓ કરોનાની ઝપેટમાં આવ્યા છે
હાલમાં જિલ્લામાં સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે, છેલ્લા એક મહિનામાં 400 ઉપરાંત દર્દીઓ કરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલમાં જ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિક ડો. હરેશ ધડુક કોરોના સામે હાર માની અવસાન પામ્યા હતા, ત્યારે યુનિવર્સિટીને મોટી ખોટ ઉભી થઈ હોવાની જાણકારી વાઈસ ચાન્સેલર ડો. કે. બી. કાથીરિયાએ આપી હતી. આ પ્રમાણે હાલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 20થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા હતા. ત્યારે વાઈસ ચાન્સેલર દ્વારા આણંદ આરોગ્ય વિભાગના સહયોગથી 1 અને 2 તારીખના રોજ બે દિવસીય કોરોના વેક્સિન કેમ્પનું યુનિવર્સિટી કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:મહીસાગર જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો
1000 કરતાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે
આણંદ કૃષિ મહાવિદ્યાલય ખાતે સામુહિક રસીકરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ, કામદારો, મજૂરો સહિત તમામ વર્ગના રોજમદારોને આવરી લેવામાં આવશે જે અંદાજિત 1,000 કરતા વધારે લોકોને આ કેમ્પમાં આવરી લેવામાં આવશે તેવી માહિતી વાઇસ ચાન્સેલર ડો. કે.બી. કથીરિયાએ આપી હતી.