- સહાયકનું અવસાન થાય તો રાજય સરકાર દ્વારા તેઓના આશ્રિત કુટુંબને 25 લાખની આર્થિક સહાય
- સમરખા ગામના સરકારી અનાજના વિતર્ક દુકાનદારનુ કોરોનાના કારણે અવસાન
- કોરોના વોરિયર્સનુ અવસાન થાઇ તો 25 લાખની આર્થિક સહાય
આણંદઃ કોરોના મહામારી વચ્ચે પણ આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકોને નિયમિત રીતે અનાજનો જથ્થો મળી રહે તે માટે વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ અને મે માસના લોકડાઉનમાં તથા ત્યારબાદ જથ્થાનું વિતરણ કરાયું હતું. કોરોનાના કપરાં કાળમાં કોરોના વોરિયર્સ તરીકે આવશ્યક ચીજવસ્તુઓના વિતરણની કામગીરી કરનારા દુકાનદાર, તોલાટ, કમ્પ્યુટર ઓપરેટર, સહાયકનું અવસાન થાય તો રાજય સરકાર દ્વારા તેઓના આશ્રિત કુટુંબને 25 લાખની આર્થિક સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યુ હતું.
વોરિયર્સનુ અવસાન થતા 25 લાખની સહાય
જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સામરખામાં વાજબી ભાવની દુકાનના દુકાનદાર હરગોવિંદભાઇ રૂગનાથભાઇ પૌઆ (ઠકકર)નું કોરોના સંક્રમણના કારણે અવસાન થયું હતું. જેથી રાજય સરકારના ઠરાવ મુજબ આણંદ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા સહાય અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે રાજય સરકારમાંથી મંજૂર થઇને આવતા દુકાનદાર સ્વ.હરગોવિદંભાઇના પુત્ર નિલેશભાઇને 25 લાખની સહાયનો ચેક કલેકટર આર.જી.ગોહિલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.