- વટામણ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના
- ઇકો કાર-ટેન્કર વચ્ચે ભંયકર ટક્કર
- અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત
આણંદઃ અમદાવાદના ધોળકા તાલુકામાં પાસે વારના ગામે વહેલી સવારે ઈકો ગાડી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત(Accident Dholka) સર્જાવાની ઘટના બની હતી. જેમાં ખંભાતના ભીલ પરિવારના 5 જેટલા સદસ્યો ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે 3 જેટલા સદસ્યોને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોચતા આણંદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જૂનાગઢ લીલી પરિક્રમાની ઉજવણી કરી વતન પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ ખંભાતના મોચી વાડા વિસ્તારમાં રહેતા પ્રશાંતભાઈ ભીલ તેમના પરિવાર અને મિત્રો સાથે જૂનાગઢ લીલી પરિક્રમા(Junagadh Lili Parikrama) કરવા ગયા હતા. જ્યાં દેવદિવાળીની ઉજણવી(dev diwali celebration) કરી વતન પરત નિકળ્યા હતા. જ્યાં ધોળકા તાલુકના વારના ગામના પાટિયા પાસે વહેલી સવારે ભીલ પરિવારની ઈકો ગાડી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત(Accident Ahmedabad) સર્જાવાની ઘટના બની હતી. જેમાં મરણ પામેલ પ્રશાંત કે ભીલ, ભગવતી પી ભીલ, સુનિલ ભીલ, હિનાબેન ભીલ, તેમજ જયેશ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે પ્રશાંત ભીલનો પુત્ર સ્મિત, તેમજ દૃવિષા પી ભીલ, નીતિન કે ભીલને નાજુક ઈજા થતા ખંભાતની ખાનગી હોસ્પિટલમાં(Khambhat Private Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
બે પરિવારના સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી
ઉલ્લેખનીય છેકે, લીલી પરિક્રમા(Junagadh Lili Parikrama 2021) કરી પરત ફરી રહેલા ખંભાતના ભીલ પરિવારને આ ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારના સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઉપરાંત વટામણ ભાવનગર હાઇવે(Vataman-Bhavnagar Highway) પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે અતિ જર્જરિત અને રોડ પર જરૂરી લાઇટિંગ અને રેડિયમ ઇન્ડિકેટરના અભાવે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે
પરંતુ મધ્ય ગુજરાત, દક્ષીણ ગુજરાત, ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર સાથે જોડતો આ માર્ગ પર સામાન્ય રીતે ભારે વાહનો અને ગાડીઓનો ઘસારો વધુ રહેતો હોય છે. એવામાં આ માર્ગ પર સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Preity Zinta: પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની
આ પણ વાંચોઃ રાજકોટમાં પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ સોપારી આપી હતી, રાજકોટ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી