- જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા
- ધારી, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
- ખેડૂતો બન્યા ચિંતિત
અમરેલી :કોરોનાકાળ વચ્ચે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલીના અમુક તાલુકા ધારી અને સાવરકુંડલાના ઘણા ગામડામાં વાતાવરણમાં પલટો થતાં વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતિત છે.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થવાની દહેશત
ખેડૂતોની ચિંતામાં વધારો
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ધરતી પુત્રો ચિંતામાં મૂકાયા હતા. ધારીના સુખપુર, ગોવિંદપુરા, સરસીયા દેવળા જ્યાં કેરીના બગીચામાં પાક ઊભો છે. આવી જ રીતે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા પાકોને નુકસાન પહોંચી શકે છે.