ETV Bharat / state

Gandhi Jayanti 2023: કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ ગાંધીજીને સુતરની આંટી પહેરાવી કરી જયંતિની ઉજવણી - Union Minister

આજે ગાંધી જયંતિ છે. ત્યારે અમરેલી શહેરના ગાંધી બાગ ખાતે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને 'ગાંધી વંદના' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહાત્મા ગાંધીની પ્રતિમાને કેન્દ્રીય પ્રધાન, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ અગ્રણીઓ સાથે સૂતરની આંટી પહેરાવી ફુલહાર કર્યા હતા.

Gandhi Jayanti 2023: ગાંધીજીને સુતરની આંટી પહેરાવી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જયંતિ ઉજવણી કરાઇ.....

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 3:34 PM IST

ગાંધીજીને સુતરની આંટી પહેરાવી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જયંતિ ઉજવણી કરાઇ

અમરેલી: મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અમરેલી શહેરના ગાંધી બાગ ખાતે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને 'ગાંધી વંદના' કાર્યક્રમ યોજાયો હતો.

આદર્શોને અનુસરવાની હાકલ: ગાંધીબાગ સ્થિતિ મહાત્મા ગાંધીની પ્રતિમાને કેન્દ્રીય પ્રધાન, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ અગ્રણીઓ સાથે સૂતરની આંટી પહેરાવી ફુલહાર કર્યા હતા. સૌએ ગાંધીજીના વિચારોને જીવનમાં અમલ બનાવી તેમના આદર્શોને અનુસરવાની હાકલ કરી હતી. આ સમયે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, એક યુગપ્રવર્તક મહાપુરુષ આપણા દેશમાં જન્મ્યા એ આપણા માટે સૌના ગૌરવની વાત છે. નરેન્દ્ર મોદી એ ઘણા કાર્યક્રમો ચલાવ્યા છે. જેમાં ગાંધીજીને સ્વચ્છતા અને સ્વતંત્રતાના બે વિકલ્પ હોય તો બાપુના મતે પ્રિય વિષય સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી જોઈએ.

ખાદી ખરીદીને પ્રોત્સાહન મળ્યું: વધુમાં જણાવ્યું કે, " આજે સમગ્ર રાષ્ટ્રમાં જનઆંદોલન સ્વરૂપમાં ચાલુ છે. વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગાંધીજીને પ્રિય એવી ખાદીની બીજી ઓક્ટોબરે સૌ આગેવાનો ખરીદી કરે તેની શરૂઆત કરી હતી. આ પહેલને કારણે ખાદી ખરીદીને પ્રોત્સાહન મળ્યું છે. ખાદી ભંડારના આંકડાઓ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન જેટલું ખાદીનું વેચાણ થાય છે. એટલું વેચાણ માત્ર બીજી ઓક્ટોબરે ગાંધીજીની જયંતિ નિમિત્તે થાય છે. ખાદી ખરીદી સાથે ફક્ત વેચાણ જ નહીં પરંતુ ખાદી વણાટ કરનાર, ખાદી તૈયાર કરનારા કારીગરો, કપાસ ઉગાડનારા ખેડૂતોને પણ આ કાર્યથી પ્રોત્સાહન મળે તેવી ઉમદા હેતુ છે.

Gandhi Jayanti 2023: CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી

Gandhi Jayanti 2023: મહાત્મા ગાંધીને કાશી માટે કેમ વિશેષ પ્રેમ હતો? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.