પોલીસ તપાસ પ્રમાણે, જેસીંગપરા રાવળ જ્ઞાતીના સ્મશાનમાં રમેશ ભનુભાઇ દેગામાનું તીક્ષ્ણ હથિયાર વડે મોઢા ઉપર તથા ગળાના ભાગે જીવલેણ ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે અનુસંધાને મૃત વ્યક્તિના કુટુંબી ભાઇ ભાવેશભાઇ મગનભાઇ દેગામાએ અમરેલીના શામજીભાઇ પુંજાભાઇ રાઠોડવિરૂધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં IPC કલં 302, 506(2), 504 અને 135 મૂજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સીટી પોલીસે ગુનાના કામના ઉપરોક્ત આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડ્યો હતો.
માહિતી પ્રમાણે, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇ. એમ.એ.મોરી, ASI રસૂલભાઇ ખોખરઅને UHC યુવરાજસીંહ સરવૈયાએ સંયુક્ત બાતમી આધારે પોલીસ સ્ટાફે આરોપીને અમરેલી તાલુકા વિસ્તારના ગાવડકા ગામના જૂના ખંઢેર રેલ્વે સ્ટેશનથી આરોપી શામજી રાઠોડને ઝડપી લીધો હતો.